વાઘોડિયાના મોરલીપુરા ગામમાં ગતમોડી રાતે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં ઘરના આંગણામાં રમી રહેલ બે વર્ષીય માસૂમ બાળકીને બ્રેઝા કાર ચાલકે અડફેટે લેતા કારના પૈડાં નીચે કચડાઈ જતા માસુમ બાળકીનું મોત નીપજ્યું હતું. કારચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. જ્યારે સમગ્ર બનાવ અંગે જરોદ પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
કાર ચાલક ફરાર
મોરલીપુરા ગામમાં જ રહેતો ગતપત પરમાર પુરપાટ ઝડપે પોતાની બ્રેઝા કાર લઇ ઘસી આવ્યો હતો અને ઘર આગણે રમી રહેલ માસુમ બાળકીને અડફેટે લેતા બાળકીનું કારના ટાયર નીચે કચડાઈ જતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.આ ગોઝારો અકસ્માત સર્જી કાર ચાલક પોતાની કાર સ્થળ પર મૂકી ફરાર થઇ જતા રોષે ભરાયેલા સ્થાનિકોએ કારના કાંચની તોડફોડ કરી હતી. અકસ્માતના પગલે જરોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને બાળકીના મૃતદેહને પોસ્ટમોટમ અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. બાળકીના પરિવારજનોની ફરિયાદના આધારે જરોદ પોલીસે ફરાર કારચાલક ગતપત પરમારની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
કેરલમમાં ખડગેના નિવેદનથી ગુજરાતમાં રાજકીય તોફાન: CM અને DyCMનો સંયુક્ત પ્રહાર






