Home Gujarat Vadodara Vadodara Hightech Prostitution Racket Social Media

વડોદરામાં કુટણખાણાં હવે ‘ડિજિટલ’ : સોશિયલ મીડિયા પર ફેક પ્રોફાઈલ બનાવી દેહવ્યાપારનું નેટવર્ક સક્રિય

‘ડિજિટલ’ કૂટણખાની તસવીરો
Play Video
Published by: Chintan Chavda
Last Updated: May 02, 2026, 10:58 AM IST

'સંસ્કારી નગરી' તરીકે ઓળખાતા વડોદરા શહેરમાં દેહવ્યાપારનો કાળો કારોબાર હવે આધુનિક ટેકનોલોજી અને સોશિયલ મીડિયાના સહારે 'હાઈટેક' બની રહ્યો છે. પરંપરાગત રીતે મકાનો ભાડે રાખીને ચાલતા કુટણખાણાંની સાથે હવે એજન્ટો ઓનલાઈન ક્લાયન્ટ શોધી દેહવ્યાપારનો ધમધમતો ધંધો ચલાવી રહ્યા છે.

એજન્ટોનું ઓનલાઈન ‘માયાજાળ’ અને કમિશનનું ગણિત

શહેરના વિવિધ વિસ્તારોમાં સક્રિય બનેલી ગેંગ સોશિયલ મીડિયા પર અલગ-અલગ પ્લેટફોર્મ અને એપ્લિકેશનોનો ઉપયોગ કરીને ગ્રાહકોને આકર્ષી રહી છે. એજન્ટો દ્વારા ફેક પ્રોફાઈલ બનાવી યુવતીઓના આકર્ષક ફોટા પોસ્ટ કરવામાં આવે છે. બહારથી યુવતીઓને બોલાવી ગ્રાહકોની માંગ મુજબ સપ્લાય કરવામાં આવે છે, જેમાં એજન્ટો દરેક ડીલ દીઠ અંદાજે રૂ. 1200 થી 1500 સુધીનું તગડું કમિશન વસૂલે છે. સ્પા અને મસાજ પાર્લરોની આડમાં પણ આ પ્રવૃત્તિઓ ચાલતી હોવાનું સામે આવ્યું છે.

પોલીસની કામગીરી પર સવાલો અને જનતાનો રોષ

વેબસાઈટ અને સોશિયલ મીડિયાના માધ્યમથી ખુલ્લેઆમ ચાલી રહેલા આ ગોરખધંધાએ પોલીસ તંત્રની નિષ્ક્રિયતા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. સ્થાનિકોમાં એવી ચર્ચા છે કે જો રેકેટ ઓનલાઈન આટલી સરળતાથી ઉપલબ્ધ હોય, તો પોલીસ તેનાથી અજાણ હોવી અશક્ય છે. કેટલીક જગ્યાએ પોલીસની બેદરકારી કે સંડોવણી હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે, જે તંત્રની વિશ્વસનીયતા પર સવાલ ઊભો કરે છે.

આ પણ વાંચો: સ્માર્ટ સિટી વડોદરામાં પાણીની પારાયણ : 'નળમાં જળ નહીં,' આવી રહ્યું છે કાળું જળ

સંસ્કારી નગરીની ઓળખ સામે જોખમ

દેહવિક્રયની આવી ઓનલાઈન પ્રવૃત્તિઓને કારણે વડોદરાની સંસ્કૃતિ કલંકિત થઈ રહી છે અને યુવાપેઢી પર તેની માઠી અસર પડી રહી છે. લોકોની માંગ છે કે પોલીસ માત્ર દેખાવ ખાતર રેડ કરવાને બદલે સાયબર સેલ સાથે સંકલન કરી આ ઓનલાઈન નેટવર્કને મૂળમાંથી તોડી પાડે. જો સમયસર કડક પગલાં લેવામાં નહીં આવે, તો શહેરની ગરિમાને મોટું નુકસાન પહોંચશે તેવી ભીતિ સેવાઈ રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now