Home Gujarat Vadodara Heroin Drugs Case Sog Asi Laxmikant Desai Arrested

વડોદરા હેરોઈન ડ્રગ્સ કેસમાં મોટો ખુલાસો : SOGના ASI લક્ષ્મીકાંત દેસાઈની ધરપકડ, સ્ટેટ મોનિટરિંગ સેલની મોટી કાર્યવાહી

વડોદરા હેરોઈન ડ્રગ્સ કેસમાં મોટો ખુલાસો
Published by: OBS Bureau
Last Updated: Feb 01, 2026, 04:39 AM IST

ગુજરાતમાં ડ્રગ્સ વિરુદ્ધ ચાલી રહેલી ઝુંબેશ વચ્ચે વડોદરાથી ચોંકાવનારો ખુલાસો થયો છે. સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા NDPS એક્ટ હેઠળ નોંધાયેલા મોટા હેરોઈન કૌભાંડમાં વડોદરા શહેર SOG માં ફરજ બજાવતા પોલીસ કર્મચારી ASI લક્ષ્મીકાંત ભીખુભાઈ દેસાઈની સીધી સંડોવણી બહાર આવતા પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચ્યો છે.

9 જાન્યુઆરી 2026ના રોજ વડોદરા રેલવે સ્ટેશન પરથી અમરીકસિંહ ઉર્ફે સોનુ મલ્હી નામના આરોપીને 239 ગ્રામ 940 મિલીગ્રામ હેરોઈન સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. જપ્ત કરાયેલા ડ્રગ્સ અને અન્ય મુદ્દામાલની કુલ કિંમત રૂ. 48 લાખથી વધુ હોવાનું સામે આવ્યું છે.

તપાસ દરમિયાન ખુલ્યું કે હેરોઈન સપ્લાય ચેનમાં SOG વડોદરામાં ફરજ બજાવતા અનઆર્મ ASI લક્ષ્મીકાંત દેસાઈની ગુનાહિત સંડોવણી હતી. પૂરતા પુરાવા સામે આવતા સ્ટેટ મોનિટરિંગ સેલે 31 જાન્યુઆરી 2026ના રોજ ASI લક્ષ્મીકાંત દેસાઈની ધોરણસર ધરપકડ કરી છે. તેમની પાસેથી ત્રણ મોબાઇલ ફોન—iPhone 14 Pro, Oppo Android ફોન અને Jio ભારતનો સાદો ફોન તપાસ માટે જપ્ત કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે આરોપી ASI અગાઉ DCB વડોદરામાં ફરજ દરમિયાન પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલ હોવાના કારણે તેમની બદલી કચ્છ-ગાંધીધામ કરવામાં આવી હતી. હાલ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરાઈ છે. તપાસમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી સામે આવે તો તેની સામે પણ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now