Home Gujarat Vadodara Vadodara Bjp Candidate Rajesh Machhi Drives School Van After Filing Nomination

ભાજપના ઉમેદવારની અનોખી સાદગી : ફોર્મ ભર્યા બાદ પ્રચાર કરવાને બદલે સ્કૂલ વેન ચલાવવા પહોંચ્યા

Vadodara BJP Candidate Rajesh Machhi
Play Video
Published by: Nirali Gohil
Last Updated: Apr 15, 2026, 08:54 AM IST

વડોદરા: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે. નેતાઓ મોટા વાહનો અને સમર્થકોના કાફલા સાથે પ્રચારમાં વ્યસ્ત છે, ત્યારે વડોદરામાં એક અનોખી સાદગીના દર્શન થયા છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) ના વોર્ડ નંબર 17 ના ભાજપના ઉમેદવાર રાજેશ માછી અત્યારે સમગ્ર શહેરમાં 'ટોક ઓફ ધ ટાઉન' બન્યા છે. ચૂંટણીના આ અતિ વ્યસ્ત અને દોડધામભર્યા માહોલમાં પણ તેઓ પોતાની નૈતિક ફરજ ભૂલ્યા નથી. ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યા બાદ બીજા જ દિવસે તેઓ કોઈ મોટા નેતાની જેમ પ્રચારમાં નીકળવાને બદલે, હંમેશની જેમ પોતાની સ્કૂલ વેન લઈને બાળકોને લેવા પહોંચી ગયા હતા.

15 વર્ષની પક્ષ પ્રત્યેની વફાદારીનું મળ્યું મીઠું ફળ

રાજેશ માછી કોઈ મોટા રાજકીય પરિવારમાંથી આવતા નથી, પરંતુ તેઓ ભારતીય જનતા પાર્ટીના એક અત્યંત નિષ્ઠાવાન અને પાયાના કાર્યકર છે. છેલ્લા 15 વર્ષથી તેઓ પક્ષની વિચારધારા સાથે જોડાયેલા છે અને સંગઠનમાં નાનું-મોટું કામ કરી રહ્યા છે. મધ્યમવર્ગીય પરિવારનું ગુજરાન ચલાવવા માટે તેઓ છેલ્લા દોઢ દાયકાથી સ્કૂલ વેન ચલાવે છે. ભાજપે તેમની આ વર્ષોની મહેનત, ધૈર્ય અને પક્ષ પ્રત્યેની વફાદારીની કદર કરતા તેમને કાઉન્સિલર પદ માટે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. એક સામાન્ય વેન ચાલકને ટિકિટ આપીને પક્ષે કાર્યકરોમાં નવો ઉત્સાહ ફૂંક્યો છે.

"બાળકોની પરીક્ષા છે, હું મારી ફરજ કેમ ચૂકું?"

રાજેશભાઈની સાદગી પાછળ તેમનું કર્તવ્ય પ્રત્યેનું સમર્પણ છુપાયેલું છે. હાલમાં શાળાઓમાં અંતિમ પરીક્ષાઓ ચાલી રહી છે. આ સમયે બાળકોને સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડવા એ કોઈપણ ડ્રાઈવર માટે મોટી જવાબદારી હોય છે. રાજેશભાઈએ જણાવ્યું હતું કે, "ચૂંટણી પ્રચાર તો ચાલતો રહેશે, પણ અત્યારે બાળકોની પરીક્ષા છે. જો હું વેન લઈને ન જાઉં તો બાળકોનું ભવિષ્ય જોખમાય. હું 1995થી ભાજપનો કાર્યકર છું અને પક્ષે મને જે મોટી જવાબદારી આપી છે તે હું નિષ્ઠાથી નિભાવીશ, પણ મારો વ્યવસાય એ મારી સાચી ઓળખ છે અને તેને હું ક્યારેય નહીં છોડું."

આ પણ વાંચો: "બહુ મોટો નેતા બનવા નીકળ્યો છે" : કહી ભાજપના જ બે હોદ્દેદારો આમને-સામને, જાનથી મારી નાખવાની ધમકી આપતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો

સાથી ડ્રાઈવર આલમમાં ખુશીની લહેર: "અમારો માણસ હવે કોર્પોરેશનમાં હશે"

જ્યારે ભાજપ દ્વારા એક સામાન્ય સ્કૂલ વેન ચલાવનાર વ્યક્તિના નામની જાહેરાત કરવામાં આવી, ત્યારે વડોદરાના ડ્રાઈવર સમુદાયમાં ખુશીનો પાર રહ્યો ન હતો. વર્ષોથી પડતર પ્રશ્નો અને મુશ્કેલીઓનો સામનો કરતા ડ્રાઈવરોને હવે આશા જાગી છે કે તેમનો જ એક સાથી હવે કોર્પોરેશનમાં પ્રતિનિધિ તરીકે જશે. સાથી ચાલકોએ રાજેશભાઈનું ફૂલહાર અને મોં મીઠું કરાવીને સ્વાગત કર્યું હતું. ડ્રાઈવર આલમમાં એવો વિશ્વાસ છે કે રાજેશભાઈ ચૂંટાઈને આવશે તો શ્રમિકો અને નાના વ્યવસાયીઓના પ્રશ્નોની સીધી રજૂઆત સરકારમાં થઈ શકશે.

આ પણ વાંચો: રાજકોટમાં રણચંડી બની મહિલાઓ : માડા ડુંગરમાં 'ગુંડાતત્વો' પર ભારે પડી નારીશક્તિ; છરી બતાવી ધમકાવનારાઓને પથ્થર મારી ભગાડ્યા

"જીત્યા પછી પણ હું તો ડ્રાઈવર જ રહીશ": પદ મળ્યા પહેલા જ જીત્યા દિલ

વોર્ડ નંબર 17 ના મતદારોમાં રાજેશ માછીની આ સાદગી અને કર્તવ્યનિષ્ઠાની ભારે પ્રશંસા થઈ રહી છે. સામાન્ય રીતે લોકો પદ મળ્યા પછી બદલાઈ જતા હોય છે, પરંતુ રાજેશભાઈએ મક્કમતાથી કહ્યું છે કે, "હું કોર્પોરેટર બની જઈશ તો પણ મારો સ્કૂલ વેન ચલાવવાનો વ્યવસાય બંધ નહીં કરું. હું એક સામાન્ય માણસ હતો, છું અને રહીશ." ભાજપની 'સામાન્ય કાર્યકરને પ્રાધાન્ય' આપવાની નીતિનું રાજેશ માછી એક ઉત્તમ ઉદા

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now