Vadodara News: વડોદરાના અકોટા વિસ્તારમાં આવેલા જૈન દેરાસરમાંથી 540 વર્ષ જૂની સુમતિનાથ ભગવાનની મૂર્તિ ચોરી થવાની ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર જગાવી હતી. પરંતુ હવે આ મામલે પોલીસને મોટી સફળતા મળી છે. વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમે માત્ર 12 દિવસમાં જ આ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે.
અમદાવાદમાં GPSC પરીક્ષાને લઈને પોલીસ કમિશનરનું જાહેરનામું : પ્રતિબંધાત્મક આદેશો જાહેર
વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં આવેલા જૈન દેરાસરને નિશાન બનાવીને ગત 12 દિવસ પૂર્વે અજાણ્યા શખ્સો દ્વારા 540 વર્ષ જૂની સુમતિનાથ ભગવાનની મૂર્તિની ચોરી કરવામાં આવી હતી. આ ઘટનાને પગલે જૈન સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને પોલીસ તંત્ર દોડતું થયું હતું. અકોટા પોલીસ મથકમાં નોંધાયેલ આ ચોરીના કેસની ગંભીરતાને ધ્યાને લઈ વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના નેટવર્કની મદદથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે આખરે સફળતા મેળવી છે. વડોદરા ક્રાઈમ બ્રાન્ચ ની ટીમને બાદમી મળી હતી કે આરોપીઓ આજે ચોરીનો સામાન લઈ વડોદરામાં છે જે બાતમીના આધારે પોલીસે આરોપીને ઝડપી પાડીને તેની પાસેથી ચોરી થયેલી 540 વર્ષ જૂની પૌરાણિક મૂર્તિ પણ સુરક્ષિત રીતે રિકવર કરી લીધી છે.
ત્રણે આરોપી દાહોદના વતની છે અને વડોદરા શહેરમાં સેન્ટીગ ની કામગીરી કરતા હોવાનું પણ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે ત્યારે સમગ્ર મામલે વડોદરા શહેર પોલીસ ક્રાઈમ બ્રાન્ચ ઇન્ચાર્જ ACP ડી જે ચાવડા એ વિગતવાર માહિતી આપી હતી.
ભાજપના 'સરપ્રાઈઝ' સિલેક્શન પાછળ શું છે રાજકીય ગણિત : કોણ છે આ 4 નવા ચહેરા? શું કરે છે અને રાજકીય સફર





