Home Gujarat Uttarakhand Bus Accident Update Surat Dreamy Soni Dies

સુરતના પરિવારને ઉત્તરાખંડમાં નડ્યો અકસ્માત : નદીમાં બસ ખાબકતા સુરતની ડ્રીમી સોનીનું મોત, 20 લોકો હતા સવાર

સુરતના પરિવારને ઉત્તરાખંડમાં નડ્યો અકસ્માત
Published by: OBS Bureau
Last Updated: Jun 26, 2025, 01:48 PM IST

ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં બદ્રીનાથ હાઇવે પર ઘોલથીર નજીક અલકનંદા નદીમાં ટ્રાવેલ્સની બસ ખાબકી જતા 2 વ્યક્તિના મોત થયાની વિગતો સામે આવી છે. જેમાં એક વ્યક્તિ સુરતનો હોવાની પણ વિગતો છે. અત્રે જણાવી દઈએ કે, આ ટ્રાવેલ્સ બસમાં ગુજરાત અને મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશના અંદાજે 20 મુસાફરો સવાર હતા.

ઉત્તરાખંડ બસ અકસ્માતમાં સુરતની ડ્રીમી સોનીનું મોત
ઉત્તરાખંડ બસ અકસ્માતનો ભોગ સુરતનો સોની પરિવાર બન્યો છે. બસની પાછળ ટ્રેલરે ટક્કર મારતા આખી બસ અલકનંદા નદીમાં ખાબકી ગઈ હતી. સુરતના સિલિકોન પેલેસમાં રહેતા સોની પરિવારના 7 જેટલા લોકો આ બસમાં સવાર હતા અને અંદાજે કુલ 20 મુસાફરો બસમાં મુસાફરી કરી રહ્યાં હતા. જેમાં સોની પરિવારની 17 વર્ષીય એક યુવતીનું મોત થયાની વિગતો સામે આવી છે જ્યારે અન્યોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
મૃતકોમાં નામ
ડ્રીમી સોની, 17 વર્ષ, સુરત
વિશાલ સોની, 42, મધ્ય પ્રદેશ
ઈજાગ્રસ્તોમાં નામ

ઈશ્વર સોની, 46 વર્ષ, ગુજરાત
ભાવના સોની, 43 વર્ષ, ગુજરાત
ભવ્ય સોની, 7 વર્ષ, ગુજરાત
ગુમ થયેલા લોકોના નામ
મૌલી સોની, 19 વર્ષ, સુરત, ગુજરાત
મયૂરી, 24 વર્ષ, સુરત, ગુજરાત

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now