Home International Us President Donald Trump Announced 25 Percent Additional Tariff On India

ભારત પર અમેરિકાએ લગાવ્યો 50% ટેરિફ : રશિયન તેલની ખરીદી ભારતને મોંઘી પડશે?

ભારત પર અમેરિકાએ લગાવ્યો 50% ટેરિફ
Published by: OBS Bureau
Last Updated: Aug 06, 2025, 02:19 PM IST
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર વધુ 25 ટકા આયાત ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. ટ્રમ્પે આરોપ લગાવ્યો છે કે ભારત સતત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી કરે છે અને તે અમેરિકાની વૈશ્વિક નીતિઓના વિરોધમાં છે.

ટ્રમ્પએ આ સંદર્ભમાં એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે, જે આગામી 27 ઓગસ્ટ 2025થી અમલમાં આવશે. આ નવી ઘોષણાથી હવે કુલ ટેરિફ 50 ટકા સુધી પહોંચી જશે, જે ભારતમાંથી આયાત થતી વિવિધ વસ્તુઓ પર લાગુ પડશે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે જણાવ્યું કે, "અમેરિકા તેના વ્યાપારિક હિતોમાં કોઈ પણ પ્રકારના સંકોચ વિના કડક પગલાં ભરશે. ભારતનું રશિયા સાથે વધતું હતું તેલ વ્યવહાર નિરીક્ષણ હેઠળ છે."

વિશ્વ વ્યાપાર નિષ્ણાતોનું માનવું છે કે ટ્રમ્પનો આ નિર્ણય ભારત-અમેરિકા વચ્ચેના વેપાર સંબંધોને ઠંડા કરી શકે છે. સાથે સાથે, ભારતે WTO કે અન્ય મંચ પર આ નિર્ણય સામે આપત્તિ વ્યક્ત કરી શકે છે.

હવે નજર રહેશે કે ભારત સરકાર આ પગલાનો શું જવાબ આપે છે અને બંને દેશો વચ્ચે વ્યાપારિક તણાવ કેટલો વધે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now