US Iran War: પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં ચાલી રહેલા સંઘર્ષને કારણે કોમર્શિયલ શિપિંગ અને નાવિકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ન્યૂઝ એજન્સી ANI દ્વારા સરકારી સૂત્રોના હવાલાથી મળતી માહિતી મુજબ, 28 ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં ખાડી (Gulf) વિસ્તારમાં કુલ 13 ભારતીય નાવિકોના મોત થયા છે અને 3 લોકો હજુ પણ લાપતા છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈઝરાયેલ સાથે મળીને ઈરાન વિરુદ્ધ 'ઓપરેશન એપિક ફ્યુરી' (Operation Epic Fury) હેઠળ સૈન્ય કાર્યવાહી શરૂ કરી ત્યારથી આ જાનહાનિના અહેવાલો સામે આવી રહ્યા છે. આ સંઘર્ષના જવાબમાં તેહરાન (ઈરાન) દ્વારા પણ જવાબી હુમલા કરવામાં આવ્યા છે, જેના કારણે આ વિવાદ હવે એક મોટા પ્રાદેશિક સંકટમાં ફેરવાઈ ગયો છે.
14 વર્ષ, એક જ પરિવાર અને એ જ ‘કાતિલ’ હાથી! : લોહીની હોળી ખેલતી આ કહાની સાંભળીને ઉભા થઈ જશે રૂંવાડા
ઈરાને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ગણાતા 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' (Strait of Hormuz) જળમાર્ગને બંધ કરી દીધો છે અને કોમર્શિયલ જહાજોને નિશાન બનાવ્યા છે. વિશ્વના સૌથી વ્યસ્ત ઉર્જા શિપિંગ રૂટ ગણાતા આ માર્ગ પરની લડાઈને કારણે દરિયાઈ વાહનવ્યવહારને ગંભીર અસર થઈ છે, જેના લીધે વૈશ્વિક વેપાર અને નાવિકોની સુરક્ષા અંગે મોટી ચિંતાઓ ઊભી થઈ છે.
ભારત સરકારની પ્રતિક્રિયા અને ચિંતા
આ પરિસ્થિતિ અંગે પ્રતિક્રિયા આપતા ભારતે મંગળવારે જણાવ્યું હતું કે, તે પશ્ચિમ એશિયાની સ્થિતિ પર બારીકાઈથી નજર રાખી રહ્યું છે અને 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ'માંથી સુરક્ષિત અને અવરોધ વિનાના વાહનવ્યવહારની અપીલ કરી છે. વિદેશ મંત્રાલય (MEA) ના પ્રવક્તા રણધીર જૈસવાલે સાપ્તાહિક મીડિયા બ્રીફિંગ દરમિયાન જણાવ્યું હતું કે, તાજેતરમાં બે કોમર્શિયલ જહાજો પર થયેલા હુમલા અંગે ભારત ઊંડી ચિંતા વ્યક્ત કરે છે, જેમાં એક ભારતીય નાવિકનું મોત નીપજ્યું છે. તેમણે ઉમેર્યું "અમે પશ્ચિમ એશિયાની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છીએ. અમે 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' દ્વારા સુરક્ષિત અને અવિરત નૌકાવિહાર તેમજ વેપારના પ્રવાહની માંગ કરીએ છીએ. વિશ્વભરના લોકોની આર્થિક અને ઉર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે."
તાજેતરના હુમલાની વિગતો
તાજેતરના હુમલાની વિગતો શેર કરતા જૈસવાલે જણાવ્યું કે, "મારી પાસે અત્યારે સંપૂર્ણ વિગતો નથી, પરંતુ હું એટલું કહી શકું છું કે ગઈ રાત્રે અથવા આજે સવારે (સમયના આધારે) જે બે જહાજો પર હુમલો થયો હતો, તેમાં કુલ 30 ભારતીય નાવિકો સવાર હતા."
તેમણે વિગતવાર માહિતી આપતા કહ્યું પ્રથમ જહાજ જેમાં 12 લોકો સવાર હતા, તેમાંથી એક ભારતીય નાવિકે પોતાનો જીવ ગુમાવ્યો છે. બીજું જહાજ જેમાં 18 ભારતીય નાવિકો હતા, તેમાંથી 9 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે, જેમાંથી 2ની હાલત અત્યંત નાજુક છે.
ટ્રમ્પે 20% ટોલ લગાવ્યો તો એક જહાજ પર 290 કરોડનો ખર્ચ વધશે! : ભારત માટે કેટલી છે ચિંતાની વાત?
પ્રવક્તાએ વધુમાં જણાવ્યું કે, કોમર્શિયલ શિપિંગ પરના હુમલાઓમાં તમામ દેશોના નાવિકોની સરખામણીએ ભારતીય નાવિકોએ સૌથી વધુ જાનહાનિ ભોગવવી પડી છે. વિસ્તારમાં ભારતીય જહાજોની કુલ સંખ્યા અને કુલ જાનહાનિના ચોક્કસ આંકડા તેઓ ટૂંક સમયમાં શેર કરશે.
ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત
વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર આંતરરાષ્ટ્રીય જળમાર્ગો દ્વારા મુક્ત અને અવિરત વેપાર વહેલી તકે શરૂ થઈ શકે તે માટે કોમર્શિયલ શિપિંગ અને નાગરિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પરના હુમલા બંધ થવા જોઈએ. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે યુનાઇટેડ સ્ટેટ્સ ઇરાની નાકાબંધી (Blockade) ને ફરીથી લાગુ કરી રહ્યું છે.
યુક્રેન પર રશિયાનો 3 ટનના મહાબોમ્બથી હુમલો! : FAB-3000એ મચાવી ભારે તબાહી, જુઓ VIDEO
ટ્રમ્પે જણાવ્યું હતું કે વોશિંગ્ટન 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ'માંથી પસાર થતા જહાજોને સુરક્ષા પૂરી પાડવા માટે "20 ટકા" ચાર્જ વસૂલશે. પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર એક પોસ્ટમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે, પ્રદેશમાં વધતા તણાવ છતાં આ વ્યૂહાત્મક જળમાર્ગ દ્વારા આંતરરાષ્ટ્રીય દરિયાઈ ટ્રાફિક બાકીની દુનિયા માટે ખુલ્લો રહેશે.





