PoK News: પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (PoK) માં ફરી એકવાર હિંસા ફાટી નીકળી છે. રાવલાકોટમાં પાકિસ્તાની સુરક્ષાબળો દ્વારા નાગરિકો વિરુદ્ધ ચલાવવામાં આવેલા ઓપરેશન બાદ શહેરના ન્યૂ બસ ટર્મિનલ નજીક ઘર્ષણ શરૂ થયું હતું. આ દરમિયાન પાકિસ્તાની સુરક્ષાબળોના ફાયરિંગમાં છ નાગરિકોના મોત થયા છે.
બલોચ સાધુનાટી જિલ્લામાં માર્યા ગયેલા લોકોમાં ઝાહિદ મુઘલ, ઝફર મુઘલ, અરસલાન અકબર અને વાજિદ હયાત સામેલ છે. વાજિદ હયાતનું મોત રાવલાકોટના મટિયાલ મીરા બસ ટર્મિનલ પર થયું હતું. આ તાજી હિંસા બાદ વિસ્તારમાં તણાવ વધુ વધી ગયો છે, જ્યાં ઇસ્લામાબાદ (પાકિસ્તાન સરકાર) વિરુદ્ધ લોકોનો ગુસ્સો સતત વધી રહ્યો છે.
ટ્રમ્પે 20% ટોલ લગાવ્યો તો એક જહાજ પર 290 કરોડનો ખર્ચ વધશે! : ભારત માટે કેટલી છે ચિંતાની વાત?
PoK ના લોકોની ચીસો વ્હાઇટ હાઉસ સુધી ગુંજી
આ લોહિયાળ સંઘર્ષના એક દિવસ પહેલા, અમેરિકામાં રહેતા પાકિસ્તાન શાસિત કાશ્મીરના લોકોએ વોશિંગ્ટન ડીસી સ્થિત વ્હાઇટ હાઉસની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શનકારીઓએ આક્ષેપ કર્યો હતો કે તેમની જન્મભૂમિમાં લોકો ગંભીર માનવીય સંકટનો સામનો કરી રહ્યા છે, અને લોકોને પકડીને મોતને ઘાટ ઉતારવામાં આવી રહ્યા છે. પ્રદર્શનકારીઓએ અમેરિકી રાષ્ટ્રપતિ સહિત વિશ્વભરના નેતાઓને પાકિસ્તાની સેનાની દમનકારી નીતિઓને તાત્કાલિક રોકવા માટે વહેલી તકે કોઈ મોટું પગલું ભરવાની અપીલ કરી છે.
પાક સેના વિરુદ્ધ એક્શન લેવાની માંગ
આશરે 100 થી વધુ પ્રદર્શનકારીઓ, જેમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ હતા, તેમણે એકસૂરે પોતાની માંગણીઓ રજૂ કરતા 'પાક આર્મી મુર્દાબાદ' જેવા નારા લગાવ્યા હતા. તેમની મુખ્ય માંગણીઓ નીચે મુજબ છે. પાકિસ્તાની આર્મીને તાત્કાલિક PoK ના નાગરિક વિસ્તારોમાંથી હટાવવામાં આવે. સેના દ્વારા નિઃશસ્ત્ર લોકો પર ગોળીબાર કરાવવા બદલ આંતરરાષ્ટ્રીય સમુદાય કડક પગલાં લે. પ્રદર્શનકારીઓએ લાંબા સમયથી ચાલી રહેલા ઇન્ટરનેટ પ્રતિબંધનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમનો દાવો છે કે આના કારણે 40 લાખ લોકો બહારની દુનિયાથી કપાઈ ગયા છે. સ્થાનિક લોકોએ ભારતને આ મામલે હસ્તક્ષેપ કરી લોકોના જીવ બચાવવા અને માનવીય સહાય પહોંચાડવામાં મદદ કરવા અપીલ કરી છે. તેમણે માંગ કરી છે કે નિયંત્રણ રેખા (LoC) ને પુંછ અને ડોડા સેક્ટરના રસ્તે ખોલવામાં આવે જેથી પ્રભાવિત લોકો સુધી જરૂરી માનવીય સહાય પહોંચાડી શકાય.
આર્થિક અને આરોગ્ય સંકટ ઘેરાયું
તાજી હિંસા ઉપરાંત આ વિસ્તારના લોકો ગંભીર આર્થિક સંકટનો પણ સામનો કરી રહ્યા છે. વર્ષ 2025 માં 'નેચર' મેગેઝિનમાં પ્રકાશિત એક સંશોધન અહેવાલ મુજબ, આ વિસ્તારની લગભગ 66% વસ્તી ખેતી અને પશુપાલન પર નિર્ભર છે, છતાં 57% થી વધુ પરિવારો ખાદ્ય અસુરક્ષા (અનાજની તંગી) નો સામનો કરી રહ્યા છે. PoK માં લગભગ 29% લોકો કુપોષિત છે. પહાડી વિસ્તારોમાં સ્થિતિ વધુ ગંભીર છે, જ્યાં 90% પરિવારો ખાદ્ય સંકટથી પ્રભાવિત છે. આરોગ્ય સંબંધી આંકડા પણ ચિંતાજનક છે. પાકિસ્તાનના 'વોલન્ટરી નેશનલ રિવ્યુ' રિપોર્ટ અનુસાર, પાંચ વર્ષથી ઓછી ઉંમરના 39% બાળકો શારીરિક વિકાસ રૂંધાવાનો (સ્ટન્ટિંગ) શિકાર છે, જ્યારે માતા મૃત્યુદર પ્રતિ એક લાખ જીવિત જન્મે 104 છે.
વર્તમાન પરિસ્થિતિ પર ભારતનું નિવેદન
ભારતના વિદેશ મંત્રાલયે મંગળવારે જારી કરેલા નિવેદનમાં PoK માં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, આ સ્થિતિ પાકિસ્તાન દ્વારા વર્ષોથી કરવામાં આવી રહેલા 'વ્યવસ્થિત શોષણ'નું પરિણામ છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે જણાવ્યું હતું કે, "PoK માં ચાલી રહેલા પ્રદર્શનો પાકિસ્તાન દ્વારા દાયકાઓથી કરવામાં આવી રહેલા વ્યવસ્થિત શોષણ, લોકોના મૌલિક અધિકારો છીનવી લેવા અને તેના ગેરકાયદેસર તથા જબરદસ્તીથી કબજો કરાયેલા વિસ્તારોમાં વહીવટી દમનનું સીધું પરિણામ છે."
યુક્રેન પર રશિયાનો 3 ટનના મહાબોમ્બથી હુમલો! : FAB-3000એ મચાવી ભારે તબાહી, જુઓ VIDEO
ભારતે પાકિસ્તાન પર આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો રોકવાનો, પોલીસની બર્બરતા અને ઇન્ટરનેટ બંધ કરવાનો પણ આરોપ લગાવ્યો છે. રણધીર જાયસવાલે ઉમેર્યું કે, સ્થાનિક લોકોની વાજબી ફરિયાદોનું નિવારણ કરવાને બદલે પાકિસ્તાને મહિલાઓ અને બાળકો વિરુદ્ધ પણ અતિશય પોલીસ બળનો ઉપયોગ કર્યો, ખોરાક અને દવાઓ જેવી આવશ્યક ચીજો રોકી દીધી અને નિઃશસ્ત્ર નાગરિકો પર ઘાતક બળપ્રયોગ કર્યો, જેના કારણે આ દુઃખદ મોતો થઈ છે. ભારતે કહ્યું કે આંતરરાષ્ટ્રીય સમુદાયે નાગરિકો પર કરાયેલી આ હિંસક કાર્યવાહી માટે પાકિસ્તાનને જવાબદાર ઠેરવવું જોઈએ.





