Home International Us Arizona Plane Crash Death Toll Latest Updates

ફરી એક પ્લેન અકસ્માત : 2025માં USAમાં હજુ કેટલા પ્લેન થશે ક્રેશ?

ફરી એક પ્લેન અકસ્માત
Published by: OBS Bureau
Last Updated: Feb 21, 2025, 05:09 AM IST

અમેરિકાના એરિઝોનામાં બે નાના વિમાનનો અકસ્માત થયો. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડે ટક્સનની બહારના એરપોર્ટ નજીક તપાસ શરૂ કરી છે.  USAમાં ચાર મોટી વિમાન દુર્ઘટનાઓ છે. જેવામાં હાલમાં જ ડેલ્ટા જેટની દુર્ઘટના હતી જે ટોરોન્ટોમાં લેન્ડિંગ વખતે થઈ હતી. વિમાનમાં સવાર તમામ 80 લોકોને બચાવી લેવાયા હતા. અલાસ્કામાં પણ વિમાન દુર્ઘટના થઈ હતી. જાન્યુઆરીના અંતમાં, વોશિંગ્ટન ડી. સી.માં અમેરિકન એરલાઇન્સના પેસેન્જર પ્લેન અને સૈન્ય હેલિકોપ્ટર વચ્ચે અથડામણમાં 67 લોકો માર્યા ગયા હતા.

મેડિકલ ટ્રાન્સપોર્ટ જેટ અકસ્માત

31 જાન્યુઆરીના રોજ, પ્લેન ક્રેશ થયું હતું. જેમાં સાત લોકો માર્યા ગયા હતા અને 19 લોકો ઘાયલ થયા હતા. એક દર્દી તેના બાળક અને પત્ની સહિત અન્ય ચાર લોકો સાથે મેડિકલ ટ્રાન્સપોર્ટ જેટમાં મુસાફરી કરી રહ્યો હતો. જોકે, આ ઘટના ફિલાડેલ્ફિયામાં બની હતી.

તપાસની પ્રક્રિયા
નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડે આ દુર્ઘટનાની તપાસ શરૂ કરી છે. સ્થાનિક અધિકારીઓ અને તપાસકર્તાઓની ટીમો એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે અકસ્માત કેવી રીતે થયો અને તેની પાછળ માનવીય ભૂલ અથવા તકનીકી ખામી હતી કે કેમ. અકસ્માત સમયે આકાશ ચોખ્ખું હતું, તેથી હવામાન સંબંધિત કોઈ સમસ્યા નહોતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
અમેરિકા એકલું પડ્યું!
ઇઝરાયલમાં પેલેસ્ટાઈની ગુનેગારોને હવે સીધી મોતની સજા
Play Video
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ
ઈરાન સામેની જંગમાં નવો વળાંક
આજે 31 માર્ચ