Home Gujarat Up Youth Caught With Hybrid Ganja Worth Rs 3094 Lakh In Vapi

વાપીમાં 30.94 લાખના હાઈબ્રિડ ગાંજા સાથે યુપીનો યુવક ઝડપાયો : 31.58 લાખનો મુદ્દામાલ જપ્ત

વાપીમાં 30.94 લાખના હાઈબ્રિડ ગાંજા સાથે યુપીનો યુવક ઝડપાયો
Published by: OBS Bureau
Last Updated: Feb 09, 2026, 08:51 AM IST

વલસાડ જિલ્લામાં નશાના કારોબાર સામે વાપી તાલુકાની ડુંગરા પોલીસે કડક કાર્યવાહી કરી છે. બલીઠા વિસ્તારમાં બાતમીના આધારે દરોડો પાડીને પોલીસે 30.94 લાખ રૂપિયાની કિંમતના હાઈબ્રિડ ગાંજાના જથ્થા સાથે એક યુવકને ઝડપી લીધો હતો. આ કાર્યવાહી દરમિયાન કુલ 31.58 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે.

વાપી તાલુકાના ડુંગરા પોલીસનો સપાટો

વલસાડ એસપી યુવરાજસિંહ જાડેજાની સૂચના મુજબ જિલ્લામાં નશીલા પદાર્થોના વેચાણ અને સેવન અટકાવવા માટે વિશેષ ડ્રાઈવ ચાલી રહી છે. આ અંતર્ગત વાપી વિભાગના ડીવાયએસપી બી.એન. દવેના માર્ગદર્શન હેઠળ ડુંગરા પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.પી. ગોહિલને ચોક્કસ બાતમી મળી હતી કે બલીઠા વિસ્તારમાં એક શખ્સ પાસે નશીલા પદાર્થોનો જથ્થો છે. બાતમીને આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પ્રિન્સકુમાર પ્રેમચંદ્ર મૌર્ય (રહે. બલીઠા, વાપી; મૂળ રહેવાસી અમેઠી, ઉત્તર પ્રદેશ)ને પકડી લેવામાં આવ્યો હતો. તેની તલાશી લેતા તેની પાસેથી 884 ગ્રામ હાઈબ્રિડ ગાંજો મળી આવ્યો હતો, જેની અંદાજિત બજાર કિંમત 30 લાખ 94 હજાર રૂપિયા થાય છે. આ ઉપરાંત આરોપી પાસેથી 8 હજાર રૂપિયા રોકડ, બે મોબાઈલ ફોન, હીરો મેસ્ટ્રો સ્કૂટર, વજન કાંટો તેમજ પ્લાસ્ટિકની પારદર્શક કોથળીઓ પણ જપ્ત કરવામાં આવી છે. જપ્ત કરાયેલા તમામ મુદ્દામાલની કુલ કિંમત 31.58 લાખ રૂપિયા થાય છે.

30.94 લાખના હાઈબ્રિડ ગાંજા સાથે યુપીનો યુવક ઝડપાયો

પોલીસ તપાસમાં વધુમાં ખુલાસો થયો છે કે આ નશાના કારોબાર પાછળ ઉત્તર પ્રદેશના પ્રતાપગઢનો સૂરજસિંગ પ્રમોદસિંગ નામનો શખ્સ મુખ્ય સપ્લાયર હોવાનું સામે આવ્યું છે, જેને હાલ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. ડુંગરા પોલીસે આરોપી સામે NDPS એક્ટની કલમ 8(c), 20(b)(ii)(A) અને 29 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે નશાના આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય લોકો સુધી પહોંચવા માટે તપાસ તેજ કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
વડોદરાના નાગરવાડામાં હાઈવોલ્ટેજ ડ્રામા
SOU પ્રવાસીઓ માટે ખુશખબર
વડોદરામાં ગેસ કાળાબજારનો ભંડાફોડ
સતાધાર ધામમાં આત્મનિર્ભરતાની અનોખી મિસાલ
સુરતવાસીઓને જલસો!