અમદાવાદ શહેર પોલીસ અને અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા નાગરિકોને સાયબર સુરક્ષા અંગે સચેત અને જાગૃત કરવા એક અનોખી પહેલરૂપે ‘સાયબર સાથી - ડિજિટલ રક્ષક' લોન્ચિંગ કરવામાં આવનાર છે.
અમદાવાદના નાગરિકોને હવે આ 'સાયબર સાથી' નામનું ડિજિટલ રક્ષક સાયબર સુરક્ષા માટે શિક્ષિત કરી તેમને સચેત અને જાગૃત રહેવા પ્રેરિત કરશે. 'સાયબર સાથી' ૨૪×૭ ઉપલબ્ધ એક ડિજિટલ રક્ષક છે, જે નાગરિકોને વિવિધ પ્રકારના સાયબર ક્રાઈમ અંગે ત્વરિત માર્ગદર્શન આપશે અને હાલમાં ચાલી રહેલા સાયબર ક્રાઈમ વિશેની માહિતી તથા સાયબર ક્રાઈમ અવેરનેસ માટેની સેફ્ટી ટિપ્સ આપશે.
અમદાવાદ શહેર સાયબર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શહેરના નાગરિકોને સાયબર સુરક્ષિત રાખવા એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેના ઉપયોગથી નાગરિકો સાયબર ક્રાઈમ સામે ઝડપી અને અસરકારક ડિજિટલ સહાય મેળવવામાં મદદરૂપ નીવડશે.






