Home Gujarat Rajkot Rajkot Municipal Election Congress Candidates List 2026

દેવુબેન જાદવ કોંગ્રેસમાં જોડાતા રાજકોટનું રાજકારણ ગરમાયું : કોંગ્રેસે 20 ઉમેદવારોના નામ કર્યા નક્કી, નયનાબા જાડેજા ફરી મેદાનમાં!

આંબેડકર ભવન રાજકોટનું દ્રશ્ય
Published by: Chintan Chavda
Last Updated: Apr 04, 2026, 09:10 AM IST

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે ઉમેદવારો જાહેર કરીને ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ કરી દીધું છે. પક્ષ દ્વારા લગભગ 20 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે અને તમામને ફોન કરીને ટિકિટની જાણ કરવામાં આવી છે.

નયનાબા જાડેજા ફરી મેદાનમાં

આ લિસ્ટમાં સૌથી ચર્ચાસ્પદ નામ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની બહેન નયનાબા જાડેજાનું છે. અગાઉ તેઓ વિધાનસભા ચૂંટણીમાં રિવાબા જાડેજા સામે કોંગ્રેસના ઉમેદવાર તરીકે લડ્યા હતા, પરંતુ પરાજયનો સામનો કરવો પડ્યો હતો. હવે કોંગ્રેસે તેમને ફરી એક તક આપીને કોર્પોરેટર ચૂંટણી માટે મેદાનમાં ઉતાર્યા છે.

અનુભવી ચહેરાઓ પર ભાર

કોંગ્રેસે આ વખતે અનુભવી અને જૂના નેતાઓ પર દાવ લગાવ્યો છે. જાહેર કરાયેલા ઉમેદવારોમાં રમેશ જુંજા, અતુલ રાજાણી, ગાયત્રીબા વાઘેલા, ઠાકરશી ગજેરા, શૈલેષ સાકરીયા, ગિરીશ ઘરસણિયા, કેતન તાળા, સંજય અજુડિયા, કમલેશ કોઠીવાલા, જાગૃતિ ડાંગર, રાજુ ચાવડિયા, સુરેશ ગેરૈયા, રસિક ભટ્ટ અને નિલેશ મારૂ સહિતના નામોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: કોણ છે ઉમરેઠ પેટાચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવાર ભ્રુગુરાજસિંહ ચૌહાણ? : જાણો રાજકીય કરિયર વિશે, કેમ મહત્વપૂર્ણ છે આ પેટાચૂંટણી?

વોર્ડ નં. 15માં આંતરિક વિવાદ

કોંગ્રેસમાં વોર્ડ નંબર 15ને લઈને આંતરિક ખેંચતાણ પણ સામે આવી છે. પૂર્વ કોર્પોરેટર ભાનુ સોરાણી અને તેમના પતિ પ્રવિણ સોરાણીની દાવેદારીને લઈને મતભેદ સર્જાયા છે. પ્રવિણ સોરાણી ભાજપ સાથે સંપર્કમાં હોવાના દાવાઓ વચ્ચે તેમની ટિકિટ કાપવા ચર્ચા ચાલી રહી છે.

ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયા નેતા

ચૂંટણી પહેલા રાજકીય પલટા પણ જોવા મળી રહ્યા છે. રાજકોટમાં ભાજપના નેતા દેવુબેન જાદવે કોંગ્રેસમાં જોડાઈને ચકચાર મચાવી છે. તેમણે ભાજપ પર આક્ષેપ કરતા જણાવ્યું કે તેમના સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ આપવામાં આવતું નથી અને ખોટા આરોપો લગાવવામાં આવ્યા છે. તેમના જણાવ્યા મુજબ, સ્થાનિક મતદારોના સમર્થનથી તેમણે કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય લીધો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now