Home Gujarat Under The Smart Phone Scheme 1532 Farmers In Sabarkantha District Have Received More Than 65 Lakhs Paid

શું છે ગુજરાતના ખેડૂતો માટે સ્માર્ટફોન સહાય યોજના? : આ જિલ્લામાં કેટલા ખેડૂતોએ લાભ લીધો? કેટલી સહાય ચૂકવાઈ

શું છે ગુજરાતના ખેડૂતો માટે સ્માર્ટફોન સહાય યોજના?
Published by: OBS Bureau
Last Updated: Mar 20, 2025, 03:33 PM IST

Gujarat Farmer Smartphone Scheme: રાજ્યના ખેડૂતો માટેની સ્માર્ટ ફોન યોજના અંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે તા.૩૧ ડિસેમ્બર, ૨૦૨૪ની સ્થિતિએ છેલ્લાં બે વર્ષમાં સાબરકાંઠા જિલ્લાના ૧,૫૩૨ ખેડૂતોને રૂ.૬૫,૬૨,૭૨૭ની સહાય ચૂકવવામાં આવી છે. એટલું જ નહીં, આ અંગે અરજીઓની વિપુલતાને ધ્યાને લઈને વર્ષ ૨૦૨૫-૨૬ના અંદાજપત્રમાં વધારાની જોગવાઈ પણ કરવામાં આવી છે. જેથી વધુમાં વધુ ખેડૂતોને આ યોજનાનો લાભ આપી શકાય.

આ અંગે વિગતવાર માહિતી આપતાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે રાજ્યના ખેડૂતોને હવામાન, વરસાદ, સંભવિત રોગોની જાણકારી, આધુનિક ખેત પદ્ધતિઓ, રોગ-જીવાતનું નિવારણ, ખેતીવાડીની વિવિધ યોજનાઓ, સહાય માટેની ઓનલાઇન પ્રક્રિયાની માહિતી સરળતાથી મળી રહે, તે માટે રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૧-૨૨થી આ યોજના શરૂ કરવામાં આવી છે.

જે અંતર્ગત, અરજદાર ખેડૂતે ખરીદેલા ફોનની રકમના ૪૦ ટકા અથવા રૂ. ૬ હજાર - બેમાંથી જે ઓછું હોય, તેટલી રકમની સહાય રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે.

આ પ્રકારે, તા.૩૧ ડિસેમ્બર, ૨૦૨૪ની સ્થિતિએ છેલ્લાં બે વર્ષમાં મહેસાણા જિલ્લામાં આ યોજના અંતર્ગત ૨,૬૬૫ અરજદારોને રૂ.૧,૨૫,૦૦,૮૬૦, જ્યારે નર્મદા જિલ્લામાં ૫૪૧ ખેડૂતોને રૂ.૨૩,૩૭,૯૩૭ની સહાય ચૂકવવામાં આવી છે તેમ કૃષિ મંત્રીશ્રીએ લેખિત પ્રત્યુત્તરમાં જણાવ્યું હતું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now