Home Gujarat Mansa Rain Damage Market Yard Castor Loss Gujarat

માણસા માર્કેટ યાર્ડની બેદરકારી કે કુદરતની થપાટ? : વરસાદી પાણીમાં એરંડાના ઢગલે ઢગલા ધોવાયા, દ્રશ્યો જોઈ આંશુ આવી જશે!

માણસા માર્કેટ યાર્ડમાં પાણીથી મોલનું નુકસાન થતાં દ્રશ્યો
Published by: Chintan Chavda
Last Updated: Apr 08, 2026, 11:22 AM IST

ગાંધીનગર જિલ્લાના માણસા વિસ્તારમાં પડેલા અચાનક કમોસમી વરસાદે સ્થાનિક બજાર અને ખેડૂતો માટે ગંભીર પરિસ્થિતિ ઊભી કરી છે. બપોર બાદ અચાનક આકાશમાં ઘેરા વાદળો છવાઈ જતા ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો, જેના કારણે જનજીવનમાં ખલેલ પડી હતી.

વરસાદી પાણીમાં ધોવાઈ ગયો એરંડાનો જથ્થો

ખાસ કરીને માણસા માર્કેટ યાર્ડમાં મોટી અસર જોવા મળી હતી. વેપારીઓ દ્વારા ખુલ્લામાં રાખવામાં આવેલ એરંડાનો જથ્થો વરસાદી પાણીમાં પલળી ગયો હતો. કેટલાક સ્થળોએ તો પાણીના પ્રવાહમાં એરંડાના ઢગલા તણાઈ જતા વેપારીઓને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડ્યું છે. માલ બચાવવા માટે મજૂરો અને વેપારીઓએ ભારે પ્રયત્નો કર્યા, છતાં નુકસાન ટાળી શકાયું નથી.
આ ઘટનાએ માર્કેટ યાર્ડની વ્યવસ્થાની ખામીઓને પણ ઉજાગર કરી દીધી છે. ખુલ્લામાં માલ રાખવાની પ્રથા અને પૂરતી સુરક્ષા વ્યવસ્થાના અભાવે આવી સ્થિતિ સર્જાઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

આ પણ વાંચો: ગુજરાત વેધર અંગે IMD એ આપી ચેતવણી! : કમોસમી વરસાદે ઠંડક પ્રસરાવી, હવે આ તારીખથી વધશે ગરમીનો પારો

ખેડૂતોમાં વધી ચિંતા

બીજી તરફ, કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં પણ ચિંતા વધી છે. ખેતરમાં ઉભેલા પાકને નુકસાન થવાની ભીતિ ઊભી થઈ છે. માણસા તાલુકાના માણેકપુર ગામમાં તો ભારે પવનના કારણે એક તબેલાના પતરા ઊડી જવાના બનાવ પણ સામે આવ્યા છે.

ઉનાળાની શરૂઆતમાં જ ચોમાસા જેવો માહોલ સર્જાતા સમગ્ર વિસ્તારમાં ચિંતા અને અફરાતફરીનું વાતાવરણ જોવા મળ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now