Home Gujarat Two Children Tragically Died After Drowning In A Village Canal

હળવદના કડિયાણા ગામ નજીકનો બનાવ : વોકળામાં નાહવા પડેલા 2 બાળકોના કરુણ મોત

હળવદના કડિયાણા ગામ નજીકનો બનાવ
Published by: OBS Bureau
Last Updated: May 30, 2025, 04:26 PM IST

હળવદ તાલુકાના કડીયાણા ગામેં હચમચાવનારી ઘટના સામે આવી છે. જેમાં ગામના વોકળામાં ડૂબી જવાથી બે બાળકોના કરુણ મોત નિપજ્યા હતા. આ ઘટનામાં હાલ આ બન્ને બાળકોના વોકળામાં ન્હાવા પડ્યા ડૂબી જવાથી મોત થયા હોવાનું પ્રાથમિક અનુમાન છે. તેથી આ વોંકળાના ખાડામાં ભરાયેલા પાણીમાં નાહવા જતા ડૂબી જતા મોત થતા બન્ને હતભાગી બાળકોના પરિવારોમાં અરેરાટી મચી ગઇ છે.

મળતી માહિતી અનુસાર હળવદ તાલુકાના કડીયાણા ગામે રહેતા આદિત્યભાઈ મુન્નાભાઈ ભરવાડ ઉંમર વર્ષ 13 અને પ્રિન્સ ભાઈ મુકેશભાઈ ભરવાડ ઉંમર વર્ષ 12 બંને બાળકો તેના દાદા સાથે ગામના પાદરમાં આવેલ તેમના ખેતરે ગયા હતા. બંને બાળકોના દાદા ખેતરે વાળ કરી રહ્યા હતા ત્યારે ખેતરની બાજુમાંથી જ પસાર થતા વોંકળાના ખાડામાં પાણી ભરાયેલ હોય જેથી આદિત્ય અને પ્રિન્સ બંને નાહવા પડ્યા હતા જોકે તેનો મિત્ર કાંઠે બેઠો હતો.

જોકે, બંને બાળકો ખાડામાં ડૂબી રહ્યા હોવાની જાણ તેના મિત્રને થતા તે તાત્કાલિક ગામમાં દોડી આવ્યો હતો અને ગામ લોકોને જાણ કરતા પરિવારજનો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તાત્કાલિક બંને બાળકોને પાણીના ખાડામાંથી બહાર કાઢી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા જોકે બંને બાળકોને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ ઘટનાના લઈમે હળવદ પોલીસ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી બંને બાળકોના મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now