Home Gujarat Truck Loaded With Foreign Liquor Seized From Amirgarh Highway

અમીરગઢ હાઇવે પરથી વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ : ટ્રક ચાલક ફરાર, 30 જથ્થો જપ્ત, પોલીસ તપાસ તેજ

અમીરગઢ હાઇવે પરથી વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
Published by: OBS Bureau
Last Updated: Jan 23, 2026, 10:54 AM IST

બનાસકાંઠા જિલ્લામાં અમીરગઢ હાઇવે પર વિદેશી દારૂની હેરાફેરીનો એક બનાવ સામે આવ્યો છે. રાજસ્થાન તરફથી ગુજરાતમાં કપાસીયા ઘાટા વિસ્તારમાંથી વિદેશી દારૂ ભરેલી એક ટ્રક આવી રહી હતી. પોલીસને મળેલી બાતમીના આધારે અમીરગઢ પોલીસે ટ્રકનો પીછો શરૂ કર્યો હતો.

વિદેશી દારૂ ઝડપાયો

આ દરમિયાન ટ્રક ચાલકે પોલીસથી બચવા હાઇવે પર રોંગ સાઈડમાં ટ્રક હંકારી દીધી હતી અને થોડા અંતરે ટ્રક મૂકી ફરાર થઈ ગયો હતો. પોલીસ દ્વારા ટ્રકની તપાસ કરતા અંદાજિત રૂપિયા 30 લાખનો જેટલો વિદેશી દારૂનો મુદ્દામાલ મળી આવ્યો હતો, જેને તાત્કાલિક જપ્ત કરવામાં આવ્યો છે.

ટ્રક ચાલકની શોધખોળ હાથ ધરી

ઘટનાની જાણ થતાં અમીરગઢ પોલીસે ફરાર ટ્રક ચાલકની શોધખોળ શરૂ કરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટનાથી દારૂની હેરાફેરી સામે પોલીસની સતર્કતા ફરી એકવાર સામે આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now