Home Gujarat Transfer Of 26 Senior Ias Officers In Gujarat

સચિવાલયમાં સચિવોની ઉલેટફેર! : 26 સિનિયર IAS અધિકારીની ટ્રાન્સફર, CMOમાં પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે આ IAS ની નિમણૂક

સચિવાલયમાં સચિવોની ઉલેટફેર!
Published by: OBS Bureau
Last Updated: Dec 23, 2025, 02:03 PM IST

IAS officer transferred: ગુજરાતમાં 26 જેટલા IAS અધિકારીની ટ્રાન્સફરના ઓર્ડર આવવામાં આવ્યા છે. જેમાં સંજીવ કુમારની CMOમાં પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે નિમણૂંક કરાઈ છે. જેમને વન-પર્યાવરણના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે ટ્રાન્સફર કરીને મુખ્યમંત્રી પ્રિન્સિપલ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે. સાથો સાથ ગૃહ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકેનો વધારાનો હવાલો પણ રહેશે.

ડૉ. વિક્રાંત પાંડે માહિતી અને પ્રસારણ વિભાગની જવાબદારી સંભાળશે

ડૉ. વિક્રાંત પાંડે, IAS ની બઢતી સાથે મુખ્યમંત્રીના સચિવથી બદલીને મુખ્યમંત્રીના અગ્ર સચિવ પદ આપવામાં આવ્યું છે. અવંતિકા સિંહ ઔલખ, IAS ને તે પદના વધારાના કાર્યભારથી મુક્ત કરીને આગામી આદેશો સુધી ડૉ. વિક્રાંત પાંડે, IAS સરકારના માહિતી અને પ્રસારણ વિભાગના સચિવનો વધારાનો કાર્યભાર પણ સંભાળશે.

ગુજરાત મેરીટાઇમ બોર્ડની જવાબદારી અજય કુમાર રહેશે

રાજ્ય સરકારમાં પરત ફર્યા બાદ, અજય કુમાર, IAS ને મુખ્યમંત્રીના સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.અજય કુમાર, IAS આગામી આદેશ સુધી ગુજરાત મેરીટાઇમ બોર્ડ, ગાંધીનગરના વાઇસ ચેરમેન અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકેનો વધારાનો ચાર્જ સંભાળશે.

ક્રમ

અધિકારીનું નામ

હાલનું પદ (ફરજનું સ્થળ)

નવું પદ (બદલીનું સ્થળ)

1

સંજીવ કુમાર

પ્રિન્સિપલ સેક્રેટરી, ફોરેસ્ટ અને પર્યાવરણ વિભાગ

પ્રિન્સિપલ સેક્રેટરી, મુખ્યમંત્રી (વધારાનો ચાર્જ: પ્રિન્સિપલ સેક્રેટરી, ગૃહ વિભાગ)

2

ડૉ. વિક્રાંત પાંડે

સેક્રેટરી, મુખ્યમંત્રી

એડિશનલ પ્રિન્સિપલ સેક્રેટરી, મુખ્યમંત્રી (વધારાનો ચાર્જ: સેક્રેટરી, માહિતી અને પ્રસારણ વિભાગ)

3

અજય કુમાર

રાજ્ય સરકારમાં પરત ફર્યા

સેક્રેટરી, મુખ્યમંત્રી (વધારાનો ચાર્જ: વાઇસ ચેરમેન અને CEO, ગુજરાત મેરીટાઇમ બોર્ડ, ગાંધીનગર)

4

રમેશ ચાંદ મીણા

પ્રિન્સિપલ સેક્રેટરી, પોર્ટ્સ અને ટ્રાન્સપોર્ટ વિભાગ

પ્રિન્સિપલ સેક્રેટરી, કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ

5

અરુણકુમાર એમ. સોલંકી

મેનેજિંગ ડિરેક્ટર, ગુજરાત સ્ટેટ વેરહાઉસિંગ કોર્પોરેશન, ગાંધીનગર

એડિશનલ ચીફ સેક્રેટરી, કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ (સહકાર, પશુપાલન, ગૌસંવર્ધન અને મત્સ્યોદ્યોગ) (વધારાનો ચાર્જ: MD, ગુજરાત સ્ટેટ વેરહાઉસિંગ કોર્પોરેશન)

6

મુકેશ કુમાર

પ્રિન્સિપલ સેક્રેટરી, શિક્ષણ વિભાગ (પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ)

પ્રિન્સિપલ સેક્રેટરી, શિક્ષણ વિભાગ (ઉચ્ચ અને તકનીકી શિક્ષણ)

7

મિલિંદ શિવરામ તોરવણે

પ્રિન્સિપલ સેક્રેટરી, પંચાયત, ગ્રામીણ આવાસ અને ગ્રામીણ વિકાસ વિભાગ

પ્રિન્સિપલ સેક્રેટરી, શિક્ષણ વિભાગ (પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ)

8

અશ્વિની કુમાર

પ્રિન્સિપલ સેક્રેટરી, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ

પ્રિન્સિપલ સેક્રેટરી, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ

9

અવંતિકા સિંઘ

એડિશનલ પ્રિન્સિપલ સેક્રેટરી, મુખ્યમંત્રી

મેનેજિંગ ડિરેક્ટર, ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિ.(GSPC), ગાંધીનગર (વધારાનો ચાર્જ: MD, GSPC LNG લિ. અને MD, ગુજરાત ગેસ લિ.)

10

સંદીપ કુમાર

સેક્રેટરી, કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ

સેક્રેટરી, નાણાં વિભાગ (આર્થિક બાબતો)

11

જેનુ દેવન

સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ્સ અને ઇન્સ્પેક્ટર જનરલ ઓફ રજીસ્ટ્રેશન, ગાંધીનગર

સેક્રેટરી, નાણાં વિભાગ (ખર્ચ) (વધારાનો ચાર્જ: MD, ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિ., વડોદરા ચાલુ રહેશે)

12

રાજેશ માંઝુ

રેવન્યુ ઇન્સ્પેક્શન કમિશનર અને Ex-officio સેક્રેટરી, મહેસૂલ વિભાગ

રેવન્યુ ઇન્સ્પેક્શન કમિશનર અને Ex-officio સેક્રેટરી, મહેસૂલ વિભાગ (વધારાનો ચાર્જ: સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ્સ અને IG ઓફ રજીસ્ટ્રેશન, ગાંધીનગર)

13

આરતી કંવર

સેક્રેટરી, નાણાં વિભાગ (આર્થિક બાબતો)

ચીફ કમિશનર, સ્ટેટ ટેક્સ, અમદાવાદ

14

ડૉ. વિનોદ રામચંદ્ર રાવ

પ્રિન્સિપલ સેક્રેટરી, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ

પ્રિન્સિપલ સેક્રેટરી, ફોરેસ્ટ અને પર્યાવરણ વિભાગ

15

ડૉ. અંજુ શર્મા

એડિશનલ ચીફ સેક્રેટરી, કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ

એડિશનલ ચીફ સેક્રેટરી, સામાન્ય વહીવટ વિભાગ (કર્મચારી)

16

હરીત શુક્લા

ચીફ ઇલેક્ટોરલ ઓફિસર અને Ex-officio પ્રિન્સિપલ સેક્રેટરી, સામાન્ય વહીવટ વિભાગ (ચૂંટણી)

ચીફ ઇલેક્ટોરલ ઓફિસર અને Ex-officio પ્રિન્સિપલ સેક્રેટરી, સામાન્ય વહીવટ વિભાગ (ચૂંટણી) (વધારાનો ચાર્જ: પ્રિન્સિપલ સેક્રેટરી, પોર્ટ્સ અને ટ્રાન્સપોર્ટ વિભાગ)

17

રાજીવ ટોપનો

ચીફ કમિશનર, સ્ટેટ ટેક્સ, અમદાવાદ

પ્રિન્સિપલ સેક્રેટરી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ

18

ડૉ. સંધ્યા ભુલ્લર

રાજ્ય સરકારમાં પરત

કમિશનર, આરોગ્ય (શહેરી)

19

ડૉ. રાજેન્દ્ર કુમાર

સેક્રેટરી, ઉદ્યોગ અને ખાણ વિભાગ (પ્રવાસન, દેવસ્થાનમ વ્યવસ્થાપન, નાગરિક ઉડ્ડયન અને તીર્થયાત્રા)

કમિશનર, ટ્રાન્સપોર્ટ

20

ડૉ. કુલદીપ આર્ય

CEO, સ્પેશિયલ પ્રોજેક્ટ (ધોલેરા SIR અને માંડલ-બેચરાજી SIR), ગાંધીનગર

સેક્રેટરી, ઉદ્યોગ અને ખાણ વિભાગ (પ્રવાસન, દેવસ્થાનમ વ્યવસ્થાપન, નાગરિક ઉડ્ડયન અને તીર્થયાત્રા) (વધારાનો ચાર્જ: CEO, સ્પેશિયલ પ્રોજેક્ટ, ગાંધીનગર)

21

લોચન સેહરા

રાજ્ય સરકારમાં પરત

સેક્રેટરી, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ

22

રાજકુમાર બેનીવાલ

વા.ચેરમેન અને CEO, ગુજરાત મેરીટાઇમ બોર્ડ, ગાંધીનગર

મેનેજિંગ ડિરેક્ટર, ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિ., ભરૂચ

23

ધનંજય દ્વિવેદી

પ્રિન્સિપલ સેક્રેટરી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ

પ્રિન્સિપલ સેક્રેટરી, પંચાયત, ગ્રામીણ આવાસ અને ગ્રામીણ વિકાસ વિભાગ (વધારાનો ચાર્જ: કમિશનર, ગ્રામીણ વિકાસ અને પ્રિન્સિપલ સેક્રેટરી, ગ્રામીણ વિકાસ)

24

હર્ષદકુમાર રતિલાલ પટેલ

કમિશનર, આરોગ્ય (શહેરી), ગાંધીનગર

સેક્રેટરી, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ

25

ડૉ. રાહુલ બાબુલાલ ગુપ્તા

સેક્રેટરી, ક્લાયમેટ ચેન્જ વિભાગ

સેક્રેટરી, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ (વધારાનો ચાર્જ: સેક્રેટરી, ક્લાયમેટ ચેન્જ વિભાગ ચાલુ રહેશે)

26

મોહમ્મદ શાહિદ

પ્રિન્સિપલ સેક્રેટરી, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ

પ્રિન્સિપલ સેક્રેટરી, આદિજાતિ વિકાસ વિભાગ

જુઓ લિસ્ટ

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now