Home International Trai Conduct Network And Internet Test Allover India Gives Immsense Data On Data Calling And Internet Speed Provided By Telecom Operators

TRAIએ ટેલિકોમ ઓપરેટર્સની લીધી ‘પરીક્ષા’! : TRAI નેટવર્ક ટેસ્ટમાં JIO ટોપ પર, એરટેલે આ બાબતમાં મારી બાજી, જાણો VI અને BSNLના કેવા આવ્યા પરિણામ!

TRAIએ ટેલિકોમ ઓપરેટર્સની લીધી ‘પરીક્ષા’!
Published by: OBS Bureau
Last Updated: May 17, 2025, 03:07 AM IST

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) દ્વારા હાથ ધરવામાં આવેલા વિવિધ ટેસ્ટમાં રિલાયન્સ JIOએ ડેટા સ્પીડ અને કોલ સેટઅપ સફળતા માટે ભારતમાં તમામ નેટવર્ક પ્રોવાઇડર્સમાં ટોચનું સ્થાન હાંસલ કર્યું. મુંબઈ અને ચેન્નાઈ જેવા ધમધમતા શહેરોથી લઈને હાઇવે અને રેલ્વે રૂટ પર કરાયેલા ટેસ્ટમાં કોલને ઝડપથી કનેક્ટ કરવામાં તેમજ ખૂબ જ ઝડપી ઇન્ટરનેટ પહોંચાડવામાં JIOએ પહેલો ક્રમાંક હાંસલ કર્યો છે. આ સાથે રેલવે અને હાઇસ્પીડ કાર ડ્રાઇવ દરમિયાન ડાઉનલોડ્સમાં પણ  JIOએ પહેલો ક્રમાંક હાંસલ કર્યો.

તો બીજી બાજુ ભારતી એરટેલે કોલ ડ્રોપ ક્ષેત્રમાં સૌથી પહેલો નંબર મેળવ્યો,  એરટેલે 7માંથી 5 રૂટમાં સૌથી ઓછો કોલ ડ્રોપ રેટ અને કોલ સાયલન્સ મેટ્રિક્સમાં શ્રેષ્ઠતા હાંસલ કરી. એરટેલે કોલમાં સ્પષ્ટ વાતચીતમાં પણ પહેલો નંબર હાંસલ કર્યો. તો વોડાફોન-આઇડિયાએ મોટાભાગના રૂટ પર કોલ સેટઅપ સફળતામાં Jioની બરાબરી કરી, જો કે આ તમામ ટેસ્ટમાં BSNL પાછળ રહી ગયું. BSNL કોઈપણ શ્રેણીમાં સ્પર્ધકોને પાછળ રાખવામાં નિષ્ફળ રહ્યું.

TRAIએ આવી રીતે લીધી પરીક્ષા! 

TRAI ના વ્યાપક પરીક્ષણોમાં વિવિધ પ્રદેશોને આવરી લેવામાં આવ્યા હતા - નાગપુરના શહેરી વિસ્તારથી લઈને મનોહર મુંબઈ-પુણે એક્સપ્રેસવે અને ગેટવે ઓફ ઈન્ડિયા નજીકના દરિયાકાંઠાના વિસ્તારો સુધી આ વિવિધ ટેસ્ટ કરવામાં આવ્યાં. ડેટા અપલોડમાં JIOનું પ્રભુત્વ નોંધપાત્ર હતું, જે 5 રૂટમાં ટોચ પર હતું, જેમાં બાકીના 2 રૂટમાં એરટેલ આગળ હતું. આ પરિણામો DATA-HEAVY સેવાઓમાં JIOનું પ્રભુત્વ અને  વૉઇસ કૉલ્સમાં એરટેલની વિશ્વસનીયતા દર્શાવે છે. ભારતમાં ડિજિટલ ડેટા અને કોલિંગ માગમાં વધારો થતાં આવનારા સમયમાં ટેલિકોમ ઓપરેટર્સ વચ્ચેની સ્પર્ધા વધુ આકરી બનવાની છે તેવું એક્સપર્ટ્સ કહી રહ્યાં છે!

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now