logo-img
Toyota Urban Cruiser Ebella Electric Suv Review Features Range

Toyota Urban Cruiser Ebella : આકર્ષક લુક અને દમદાર ફીચર્સ સાથે ઈલેક્ટ્રિક અવતારમાં એન્ટ્રી, જાણો ક્યાં પડી રહી છે પાછળ

Toyota Urban Cruiser Ebella
Published by: Offbeat Team
| Last Updated: Feb 11, 2026, 04:05 PM IST

Toyota દ્વારા ભારતીય માર્કેટમાં પોતાની પ્રથમ ફુલ્લી ઈલેક્ટ્રિક કાર Urban Cruiser Ebella લોન્ચ કરવામાં આવી છે. આ મોડલ કંપની માટે ભવિષ્યની દ્રષ્ટિએ અત્યંત મહત્વનું સાબિત થઈ શકે છે. તેની ડિઝાઈન વિશે વાત કરીએ તો તે અત્યંત મોડર્ન અને પ્રીમિયમ ફિલીંગ આપે છે. કંપનીએ તેમાં સ્લીક હેડલેમ્પ્સ સાથે આકર્ષક DRLs આપ્યા છે. વર્ટિકલ એર ઈન્ટેકને કારણે તેનો ફ્રન્ટ લુક ખૂબ જ બોલ્ડ લાગે છે. ભારતના રસ્તાઓને ધ્યાનમાં રાખીને તેમાં 185mmનું ગ્રાઉન્ડ ક્લીયરન્સ આપવામાં આવ્યું છે. આ સિવાય 18-inch એરો વ્હીલ્સ અને કનેક્ટેડ ટેલ લાઈટ્સ તેના લુકમાં વધારો કરે છે. ખાસ વાત એ છે કે આ કાર કોઈ જૂના મોડલ પર આધારિત હોવાને બદલે સંપૂર્ણપણે નવા પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવી છે.

પ્રીમિયમ ઈન્ટિરિયર અને હાઈટેક ટેકનોલોજી

Ebellaનું કેબિન અત્યાર સુધીની Toyotaની તમામ કારોમાં સૌથી વધુ ક્વોલિટી અને લક્ઝરી ધરાવતું હોવાનો અહેસાસ કરાવે છે. ફ્યુચરિસ્ટિક ડિઝાઈન અને ફ્લોટિંગ સેન્ટર કોન્સોલ તેની ભવ્યતા વધારે છે. સુરક્ષા અને સુવિધા માટે તેમાં 7 એરબેગ્સ, 360 ડિગ્રી કેમેરા, ADAS અને સનરૂફ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત JBL ઓડિયો સિસ્ટમ, વેન્ટિલેટેડ સીટ્સ અને ક્લાઈમેટ કંટ્રોલ જેવી સુવિધાઓ મુસાફરીને આરામદાયક બનાવે છે. જોકે, વેન્ટિલેટેડ સીટ્સનું કંટ્રોલ ટચસ્ક્રીનમાં હોવાને કારણે ડ્રાઈવિંગ સમયે તેનો ઉપયોગ થોડો મુશ્કેલ બની શકે છે.

પાવરફુલ બેટરી અને ડ્રાઈવિંગ રેન્જ

આ ઈલેક્ટ્રિક કારમાં કંપનીએ બે બેટરી પેકનો વિકલ્પ આપ્યો છે, જેમાં 49kWh અને 61kWh LFP બેટરીનો સમાવેશ થાય છે. તેનું ટોપ વેરિઅન્ટ 174bhp પાવર અને 189Nmનો ટોર્ક જનરેટ કરે છે, જેનાથી ડ્રાઈવિંગ એક્સપિરિયન્સ શાનદાર રહે છે. સ્પોર્ટ મોડમાં આ કાર અત્યંત ઝડપી પ્રતિસાદ આપે છે. 61kWh બેટરીની મદદથી તે સિંગલ ચાર્જ પર 400 કિલોમીટરથી વધુની રેન્જ આપે તેવો દાવો છે. શહેરના ટ્રાફિકમાં પણ આ કાર હેન્ડલિંગમાં સરળ રહે છે.

કઈ બાબતોમાં રહી ગઈ કમી?

કેટલીક સારી બાબતોની સાથે Ebellaમાં અમુક સુધારાની પણ જરૂર જણાય છે. અન્ય સ્પર્ધક કારોની સરખામણીએ તેનું બૂટ સ્પેસ થોડું ઓછું છે અને તેમાં બોનેટની નીચે વધારાની સ્ટોરેજ જગ્યા એટલે કે ફ્રન્ક આપવામાં આવ્યું નથી. પાછળની સીટ પર બેસનાર મુસાફરો માટે હેડરૂમ અને પહોળાઈમાં થોડી મર્યાદા જોવા મળે છે. આ ઉપરાંત પાવાર્ડ ટેલગેટ અને V2L જેવી મોડર્ન ટેકનોલોજીનો અભાવ યુઝર્સને નિરાશ કરી શકે છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now