Home Automobile Celebrities Favorite Range Rover Gets A Massive Price Cut Of 106 Crore

સેલિબ્રિટીઝની ફેવરિટ રેન્જ રોવરની કિંમતમાં થશે કરોડો રૂપિયાનો ઘટાડો! : ભારત-યુકે વચ્ચેના FTA થી લક્ઝરી કાર થશે સસ્તી

Range Rover
Published by: Aryan Shah
Last Updated: Apr 03, 2026, 07:30 AM IST

Range Rover : ભારત અને યુનાઇટેડ કિંગડમ (UK) વચ્ચે થયેલા મુક્ત વેપાર કરાર (FTA) એ લક્ઝરી કાર માર્કેટમાં હલચલ મચાવી દીધી છે. આ કરારને કારણે બ્રિટનથી આયાત કરવામાં આવતી કારોની કિંમતમાં ધરખમ ઘટાડો થવા જઈ રહ્યો છે. ખાસ કરીને લક્ઝરી SUV ના શોખીનો અને સેલિબ્રિટીઝની મનપસંદ ગણાતી 'રેન્જ રોવર' હવે તેના જૂના ભાવ કરતા ઘણી સસ્તી મળશે. જગુઆર લેન્ડ રોવર (JLR) ભારત-યુકે FTA હેઠળ કિંમતો ઘટાડનારી દેશની પ્રથમ કંપની બનવાની તૈયારીમાં છે.

આયાત ડ્યુટીમાં મોટો ઘટાડો

ભારત અને યુકે વચ્ચે જુલાઈ 2025 માં 'કોમ્પ્રીહેન્સિવ ઇકોનોમિક એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ' (CETA) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ કરાર મુજબ, યુકેથી સીધી આયાત કરવામાં આવતી 'કમ્પ્લીટલી બિલ્ટ-અપ' (CBU) યુનિટ્સ પરની આયાત ડ્યુટી 110 ટકાથી ઘટાડીને માત્ર 30 ટકા કરવામાં આવી છે. આ ફેરફારને કારણે ગાડીઓની મૂળ કિંમતમાં કરોડો રૂપિયાનો ફાયદો ગ્રાહકોને મળશે.

સેલિબ્રિટીઝની ફેવરિટ કાર થશે સસ્તી

રેન્જ રોવરના હાઇ-એન્ડ મોડલ્સ જેમ કે 'Range Rover Autobiography' અને 'Range Rover SV Edition' બોલિવૂડ સ્ટાર્સની પહેલી પસંદ છે. આલિયા ભટ્ટ, રણવીર સિંહ, સોનમ કપૂર અને રણદીપ હુડા જેવા કલાકારો પાસે આ લક્ઝરી કાર છે. હવે આ ખાસ વેરિઅન્ટ્સની કિંમતમાં મોટો ઘટાડો થવાથી લક્ઝરી સેગમેન્ટમાં તેની ડિમાન્ડ વધવાની શક્યતા છે.

કયા મોડલ પર કેટલો ઘટાડો?

નવા કરાર બાદ રેન્જ રોવરના વિવિધ મોડલ્સ પર 13 થી 25 ટકા સુધીનો ઘટાડો જોવા મળી શકે છે.

Range Rover Sport SV Edition Two : જેની કિંમત ₹2.75 કરોડ હતી, તે હવે ₹2.35 કરોડ થઈ શકે છે (₹40 લાખનો ઘટાડો).

Range Rover 4.4 litre petrol SV : આ ટોપ મોડલની કિંમત ₹4.25 કરોડથી ઘટીને આશરે ₹3.19 કરોડ રૂપિયા થઈ શકે છે.

આમાં સપ્ટેમ્બર 2025 માં થયેલા GST ફેરફારો અને FTA ના ફાયદા એમ બંને મળીને કુલ ₹1.06 કરોડ રૂપિયા સુધીની બચત થઈ શકે છે.

આ પણ ખાસ વાંચો : Tata Motors ની ગાડીઓ ખરીદવી થઈ મોંઘી! : જાણો પંચ અને નેક્સન સહિતની કારના લેટેસ્ટ ભાવ


કઈ કાર સસ્તી નહીં થાય?

નોંધનીય છે કે, આ ઘટાડો માત્ર યુકેથી સીધી આયાત થતી કાર પર જ લાગુ પડશે. પુણેમાં એસેમ્બલ થતા મોડલ્સ જેમ કે, Range Rover Velar અને Range Rover Discovery Sport પર પહેલાથી જ ઓછી ડ્યુટી લાગે છે, તેથી તેની કિંમતમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય. આ ઉપરાંત, સ્લોવાકિયામાં બનતી 'Range Rover Defender' કાર પર પણ આ કરારની કોઈ અસર થશે નહીં.

માર્કેટમાં JLR નો દબદબો

ભારતીય લક્ઝરી કાર માર્કેટમાં JLR આશરે 25% હિસ્સો ધરાવે છે. આ પ્રાઇસ કટ દ્વારા કંપની મર્સિડીઝ અને BMW જેવી જર્મન કંપનીઓ સામે મજબૂત સ્પર્ધા આપશે. સેલિબ્રિટી એન્ડોર્સમેન્ટ અને હવે ઘટેલી કિંમતોને કારણે રેન્જ રોવરનું આકર્ષણ ભારતીય ધનિકોમાં વધુ વધશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now