Mango Species: ભારત દેશ કેરીઓનો રાજા કહેવાય છે, ભારતમાં અનેક પ્રકારની કેરીઓની વેરાયટી જોવા મળે છે. દરેક કેરીનો પોતાનો અલગ સ્વાદ અને ખાસિયત હોય છે. બજારમાં વેચાતી કેરીઓના નામ ખૂબ જ અજીબ હોય છે. આ કેરીઓના નામ સાંભળતા જ તમારા ચહેરા પર હાસ્ય આવી જશે.
કેરી ખૂબ જ રસદાર, મીઠી અને સ્વાદિષ્ટ હોય છે. ઉનાળાની ઋતુમાં એક જ સારી વસ્તુ છે અને તે છે કેરી. ઉનાળો આવતાની સાથે જ માર્કેટમાં કેરીઓ આવવા લાગે છે. લોકો વર્ષભર કેરીની રાહ જોતા હોય છે. ઉનાળાની ઋતુમાં બજારમાં અનેક પ્રકારની કેરીઓ મળે છે. આ કેરીઓના નામ ખૂબ જ અલગ અને રમુજી હોય છે, જે સાંભળીને તમને હસવું આવી જશે.
તોતાપુરી
તોતાપુરી કેરીનું નામ સાંભળતા જ લોકોને પોપટ યાદ આવી જાય છે. આ કેરીને તોતાપુરી એટલા માટે કહેવામાં આવે છે કારણ કે કેરીનો આગળનો ભાગ પોપટની ચાંચ જેવો હોય છે. આ જ કારણે આ કેરીને તોતાપુરી કહે છે. આ કેરી સ્વાદમાં થોડી ખાટી-મીઠી હોય છે.
લંગડો કેરી (લંગડા આમ)
લંગડો કેરી યુપી (ઉત્તર પ્રદેશ) અને બિહારમાં ખૂબ જ ફેમસ છે. આ કેરી રસદાર અને મીઠી હોય છે. તેની છાલ લીલી જ રહે છે. આ કેરીના નામ પાછળની વાર્તા કંઈક આવી છે - વાસ્તવમાં વારાણસીના એક ખેડૂતના બગીચામાં આ કેરી પહેલીવાર ઉગી હતી અને તે ખેડૂત ચાલવામાં લંગડાતા હતા. આ કારણે આ કેરીનું નામ 'લંગડો' પડી ગયું.
અંગત ફાયદા માટે પતિએ પત્નીને વેચી દીધી! : પાલનપુરમાં પવિત્ર સંબંધોને શર્મસાર કરતી ઘટના
દશેરી કેરી
દશેરી કેરી મીઠી અને સ્વાદિષ્ટ હોય છે. આ કેરીનો સ્વાદ એકદમ અલગ હોય છે. સામાન્ય રીતે લોકો એકસાથે 4 થી 5 દશેરી કેરી ખાઈ જતા હોય છે. આ કેરીના નામ પાછળની વાર્તા પણ ખૂબ જ રસપ્રદ છે. વાસ્તવમાં આ કેરી ઉત્તર પ્રદેશના 'દશેરી' નામના ગામમાં ઉગી હતી. આ જ કારણે આ કેરીનું નામ દશેરી પડ્યું.
ચૌસા
ચૌસા કેરીની શરૂઆત બિહારના ચૌસા વિસ્તારમાંથી થઈ હતી. આ જ કારણે આ કેરીનું નામ ચૌસા પડ્યું છે. ચૌસા કેરી ખૂબ જ રસદાર હોય છે. લોકો આ કેરીને ખૂબ જ ઉત્સાહ અને ચાવથી ખાય છે.
વાયરલ ઓડિયો ક્લિપ મુદ્દે સવાલોથી બચતા નજરે પડ્યા ચંદ્રકાન્ત પટેલ : રાજકીય ચર્ચા તેજ
સફેદા
જે લોકોને મીઠી કેરી ખાવી ગમે છે તેઓ સફેદા કેરી ચોક્કસ ખાય છે. સફેદા કેરીનો ગર (પલ્પ) આછો પીળો અને સોફ્ટ હોય છે. આ કેરીની છાલ એકદમ સાફ અને લીસી દેખાય છે, જેના કારણે તેનું નામ સફેદા પડ્યું છે. આ કેરી ખાવામાં ખૂબ જ મીઠી હોય છે.





