Home Gujarat Palanpur Wife Selling Human Trafficking Case Arrests

અંગત ફાયદા માટે પતિએ પત્નીને વેચી દીધી! : પાલનપુરમાં પવિત્ર સંબંધોને શર્મસાર કરતી ઘટના

Palanpur News
Published by: Viral Patel
Last Updated: May 26, 2026, 12:07 PM IST

Palanpur News: પાલનપુરમાં પતિએ પત્નીને વેચી માર્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશને માનવ તસ્કરી અને દુષ્કર્મ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી 6 આરોપીઓની ધરપકડ કરી છે. પાલનપુરના ઢુંઢિયાયાવાડી વિસ્તારમાં રહેતા નિકેશ વના પટેલે પોતાની પત્નીને પહેલા અન્ય લોકો સાથે સંબંધ બાંધવા દબાણ કર્યું હતું. બાદમાં મિત્રોની મદદથી મહિલાને અલગ-અલગ જગ્યાએ લઈ જઈ અંદાજે 50 હજાર રૂપિયામાં વેચી દેવામાં આવી હતી ત્યારે પોલીસ તપાસમાં ચોકાવનારા ખુલાસા સામે આવ્યા છે. પોલીસે મુખ્ય આરોપી નિકેશ પટેલ સહિત સાત આરોપીઓની અટકાયત કરી છે અને આરોપી ના આ રિમાન્ડ દરમિયાન સમગ્ર ઘટના બહાર આવી હતી.

સસરા-જમાઈને ભારે પડી લાલચ : ‘ફ્રી મૂવીઝ’ જોવા જતા રૂ.1.22 લાખની ઓનલાઇન ઠગાઈ

બનાસકાંઠા માં પત્નીને વેચી મારવાની સમગ્ર ઘટનામાં જોઈએ તો ધાનેરા તાલુકાના અનાપુર ગામનો રહેવાસી નિકેશ પટેલ કે જે પાલનપુરમાં રહેતો હતો નિકેશ પટેલને પોતાની પત્ની ગમતી ન હતી અને જેને લીધે સામાજિક રીતે છૂટાછેડા થાય તેવું શક્ય ન હતું અને જેને લઈને નિકેશ પટેલે પહેલા તો તેની પત્નીને પોતાની વાતોમાં ફસાવી હતી અને તેના મિત્રો સંજય ઠાકોર અશોક ઠાકોર અને સચિન દરબારે નિકેશ પટેલ સાથે મળીને કાવતરું રચી અને પત્નીને મારી નાખવાની ધમકી આપી હતી અને નિકેશ પટેલે પૂર્વ આયોજિત કાવતરા સાથે તેની પત્નીને આ ત્રણ મિત્રો સાથે મોકલી હતી અને આ તેની પત્નીનો 50 હજાર માં સોદો કર્યો હતો. ત્યારબાદ મુખ્ય આરોપી એવા નિકેશ પટેલે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકમાં પોતાની પત્ની ગુમ થયા હોવાની ફરિયાદ કરી હતી અને તે જાતે પણ તેની પત્નીને શોધવામાં પોલીસની મદદ કરતો હતો.

જોકે આ ત્રણ આરોપીઓ આ મહિલાને લઈ ગયા હતા અને ઘરેણા આરોપીઓ એ બળજબરીપૂર્વક કાઢી લીધા હતા અને મહિલા ને સાત દિવસ સુધી ગોંધી રાખી શારીરિક શોષણ કરવામાં આવ્યું હતું ક્યારે સંજય ઠાકોર અશોક ઠાકોર અને સચિન દરબારે ડીસા ની હીના ઠાકોર નો સંપર્ક કર્યો હતો અને કોઈ મુરતિયો હોય તો આ મહિલાના લગ્ન માટેની વાત કરી હતી અને પાલનપુર એરોમા સર્કલ પર બોલાવી અને આ મહિલાનો લગ્ન ને બહાને સોદો થવાનો હતો ત્યારે હિના ઠાકોર સહિત અન્ય ત્રણ ઈસમો પણ આ મહિલાનો સોદો કરવા માટે પાલનપુર આવ્યા હતા ત્યારે પોલીસ આ ગુમ મહિલાની તપાસ કરતી હતી અને ટેકનિકલ સર્વેન્સને આધારે આ મહિલાનો સોદો થાય એ પહેલા જ આ આરોપીઓને પકડી પાડ્યા હતા.

1.12 કરોડ ચૂકવ્યા પછી ખબર પડી, જમીન કોઈ બીજાની! : અમદાવાદના સાંતેજમાં જમીન સોદામાં કરોડોનો ફ્રોડ સામે આવ્યો

આ સમગ્ર મામલે પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશને ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપી નિકેશ પટેલ નો ઇતિહાસ પણ ગુનાહિત છે અગાઉ પાલનપુરમાં કરિયાણાની દુકાનમાં ચોરીના ગુનામાં સંડોવાયેલો છે તો અન્ય સમાજની બે દીકરીઓને લલચાવી ફોસલાવી અને ભગાડી પણ ગયેલો છે જોકે એમાં પોલીસને બંને દીકરીઓને પરત લાવવામાં સફળતા મળી હતી ત્યારે હજુ પોલીસ આરોપીઓની પૂછપરછ કરી રહી છે અને વધુ કોઈ વિગતો બહાર આવે તેવી શક્યતાઓ પણ છે પરંતુ અન્ય યુવતીઓને ફસાવી અને વેચી મારવાના ઇરાદાની માનસિકતા ધરાવતો આ આરોપી આખરે પોતાની પત્નીને જ વેચવાના ગુનામાં સપડાઈ ગયો અને પોલીસે તેને દબોચી લીધો.

આ કેસમાં ઝડપાયેલા આરોપીઓમાં નિકેશ વનાભાઈ પટેલ, પાલનપુર, સ્વરૂપ અમરતભાઈ ઠાકોર.. થરાદ, શૈલેષકુમાર ઉર્ફે સંજય હેમરાજભાઈ ઠાકોર... પાલનપુર, સચિન મંગળસિંહ ઠાકોર.. પાલનપુર, હિના ટીનાજી ઠાકોર.. ડીસા, ટીનાજી મથુરજી ઠાકોર..ડીસાનો સમાવેશ થાય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now