Home National Tmc Rajya Sabha Mp Koyel Mallik Resigns Mamata Banerjee

TMCમાં રાજીનામાનો સિલસિલો યથાવત્ : વધુ એક રાજ્યસભા સાંસદે પદ છોડી દેતા રાજકીય અટકળો તેજ

TMC Rajya Sabha MP Resignation
Image Credit: twitter
Published by: Nirali Gohil
Last Updated: Jul 16, 2026, 09:43 AM IST

TMC Rajya Sabha MP Resignation: પશ્ચિમ બંગાળની રાજનીતિમાં ફરી એકવાર મોટો રાજકીય વિકાસ સામે આવ્યો છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના રાજ્યસભા સાંસદ કોયલ મલ્લિકે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હોવાનું સામે આવ્યું છે. તેમણે રાજ્યસભાના અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણનને પોતાનું રાજીનામું સુપરત કર્યું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. તેમના આ નિર્ણય બાદ રાજકીય વર્તુળોમાં અનેક પ્રકારની અટકળો શરૂ થઈ ગઈ છે. કોયલ મલ્લિક થોડા સમય પહેલાં જ TMC તરફથી રાજ્યસભામાં પહોંચ્યા હતા. તેમના અચાનક રાજીનામાને પશ્ચિમ બંગાળના રાજકારણમાં મહત્વપૂર્ણ ઘટનાક્રમ તરીકે જોવામાં આવી રહ્યો છે. જોકે તેમણે પોતાના રાજીનામામાં નિર્ણય પાછળનું કોઈ કારણ દર્શાવ્યું નથી.

રાજ્યસભાના અધ્યક્ષને મોકલ્યો રાજીનામો

માહિતી અનુસાર, કોયલ મલ્લિકે રાજ્યસભાના અધ્યક્ષ સી.પી. રાધાકૃષ્ણનને સંબોધીને રાજીનામું પાઠવ્યું છે. પોતાના પત્રમાં તેમણે રાજ્યસભાના તમામ સભ્યો અને અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો છે અને રાજીનામું સ્વીકારવાની વિનંતી કરી છે. જોકે રાજીનામાનું કારણ જાહેર કરવામાં આવ્યું નથી, જેના કારણે રાજકીય ચર્ચાઓ વધુ તેજ બની છે.

મમતા બેનર્જી માટે વધુ એક રાજકીય પડકાર?

કોયલ મલ્લિકના રાજીનામાને મુખ્યમંત્રી મમતા બેનર્જી માટે વધુ એક રાજકીય ઝટકા તરીકે જોવામાં આવી રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી TMCમાં આંતરિક રાજકીય હલચલ અંગે ચર્ચાઓ ચાલી રહી છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, સતત થઈ રહેલા રાજીનામાઓને કારણે પક્ષની સંસદીય સ્થિતિ પર અસર પડી શકે છે. જોકે TMC તરફથી આ મુદ્દે કોઈ સત્તાવાર વિગતવાર નિવેદન સામે આવ્યું નથી.

આ પણ વાંચો: સરકારી શાળામાં વિદ્યાર્થિનીઓની અપમાનજનક તપાસ! : 500 રૂપિયાની નોટ ગુમ થતાં કપડાં ઉતારી તપાસ કર્યાનો આરોપ, બે શિક્ષકો સામે કાર્યવાહી

કોણ છે કોયલ મલ્લિક?

કોયલ મલ્લિક બંગાળી ફિલ્મ ઉદ્યોગ (ટોલીવૂડ)નું જાણીતું નામ છે. અભિનેત્રી તરીકે તેમણે અનેક સફળ ફિલ્મોમાં કામ કર્યું છે અને પશ્ચિમ બંગાળમાં તેમની મોટી લોકપ્રિયતા છે. રાજકારણમાં પ્રવેશ કર્યા બાદ તેઓ TMC તરફથી રાજ્યસભાના સભ્ય બન્યા હતા.

રાજીનામા પાછળનું કારણ હજુ રહસ્ય

હાલ સુધી કોયલ મલ્લિકે રાજીનામું શા માટે આપ્યું તે અંગે કોઈ સ્પષ્ટ માહિતી જાહેર કરી નથી. રાજ્યસભાના અધ્યક્ષને લખાયેલા પત્રમાં પણ તેમણે માત્ર પદ છોડવાની ઇચ્છા વ્યક્ત કરી છે અને કોઈ રાજકીય અથવા વ્યક્તિગત કારણનો ઉલ્લેખ કર્યો નથી. આથી રાજીનામા પાછળના કારણોને લઈને અનેક પ્રકારની અટકળો ચાલી રહી છે, પરંતુ સત્તાવાર રીતે હજુ કોઈ કારણની પુષ્ટિ થઈ નથી.

આ પણ વાંચો: 2026માં 7 મહિના સુધી મહાયુદ્ધ થશે? : નાસ્ત્રેદમસની ભયાનક આગાહી ફરી ચર્ચામાં, જાણો કેટલા સાચા છે આ દાવા

TMCના રાજ્યસભા સભ્યોની સંખ્યા ઘટી

કોયલ મલ્લિકના રાજીનામા બાદ રાજ્યસભામાં TMCના સભ્યોની સંખ્યા વધુ ઘટી હોવાનું કહેવાઈ રહ્યું છે. અગાઉ પણ પક્ષના કેટલાક રાજ્યસભા સભ્યોએ રાજીનામું આપ્યું હોવાના અહેવાલો સામે આવ્યા હતા. આ ઘટનાક્રમ બાદ પક્ષની સંસદીય સ્થિતિ અને આગામી રાજકીય વ્યૂહરચના પર સૌની નજર રહેશે. હવે રાજીનામું સ્વીકારવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ TMC આ ખાલી પડેલી બેઠક અંગે શું નિર્ણય લે છે અને કોયલ મલ્લિક પોતાના આગામી રાજકીય પગલાં અંગે શું જાહેરાત કરે છે, તેના પર રાજકીય વર્તુળોની નજર રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now