Home Gujarat Thunderstorm Rain Alert In Delhi Ncr Noida Ghaziabad Faridabad Gurugram Strong Winds Weather Forecast Relief From Heat Wave Monsoon 2025

સાવધાન! ફરી આવશે વાવાઝોડું : ફૂંકાશે જોરદાર પવન, આ વિસ્તારોમાં આગામી 2 કલાકમાં વરસાદનું ભયાનક એલર્ટ

સાવધાન! ફરી આવશે વાવાઝોડું
Published by: OBS Bureau
Last Updated: Jun 02, 2025, 12:03 PM IST

IMD Monsoon 2025 Alert: દેશની રાજધાનીમાં ફરી એકવાર હવામાન બગડશે. જી હા.. આગામી 2-3 કલાકમાં દિલ્હી NCRમાં તોફાન અને ધૂળવાળા પવન ફૂંકાશે, જેનાથી લોકોને ગરમીથી રાહત મળશે. ઘણી જગ્યાએ ઝરમર અને હળવો વરસાદ થવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આ અંગે ચેતવણી જાહેર કરી છે.

દિલ્હી NCRમાં દિવસ દરમિયાન ગરમીનો પારો હાઈ રહ્યો છે, પરંતુ સાંજે હવામાન ખુશનુમા બનશે. IMD અનુસાર આગામી 2-3 કલાક દરમિયાન દિલ્હી અને આસપાસના જિલ્લાઓ નોઈડા, ગાઝિયાબાદ, ગુરુગ્રામ, ફરીદાબાદમાં તોફાન સાથે હળવો વરસાદ થવાની શક્યતા છે. 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે જોરદાર પવન પણ ફૂંકાશે.



દિલ્હી NCRમાં છેલ્લા 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં 4 ડિગ્રી અને મહત્તમ તાપમાનમાં 2 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થયો છે. મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે 37 થી 38 ડિગ્રી અને 20 થી 24 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now