Ahmedabad Accident CCTV Video: ઈસનપુરથી ઘોડાસર સ્મૃતિ મંદિર જવાના રસ્તા ઉપર વહેલી સવારે 4:45 વાગ્યાની આસપાસ કાર લઈને એક યુવક ફુલ સ્પીડમાં નીકળ્યો હતો.આ દરમિયાન ત્રણ જગ્યાએ ગાડીનો અકસ્માત થતાં થતાં રહી ગયો હતો.બાદમાં માય ચોઇસ હેન્ડલૂમ નામની દુકાન પાસે ગાડી પૂરઝડપે ટકરાઈ હતી. જેના કારણે ગાડી પલટી ખાઈ ગઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે, દુકાનની નજીક પડેલાં ત્રણ વાહનનો કચ્ચરઘાણ વળી ગયો હતો. જ્યારે બાજુની ડીપીમાં બ્લાસ્ટ થયો હતો.
કાળજુ કંપી જાય તેવો અકસ્માત
આ અકસ્માતને કારણે સવારે ચાલવા નીકળેલા સિનિયર સિટિઝનમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો. બનાવ અંગે જાણ થતાં જે ડિવિઝન ટ્રાફિક-પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. કારચાલક યુવકને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી, જોકે કોઈને ઇજા થઈ ન હતી, જેથી આ અંગે હાલ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી નથી. આ બનાવમાં યુવક માતા-પિતાની જાણ બહાર ગાડી લઈને નીકળ્યો હતો. તેથી માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો છે.
(નોંધઃ આર્ટિકલમાં પ્રતિકાત્મક ફોટો મુકવામાં આવ્યો છે.)
'ગુજરાતનું અપમાન સહન નહીં થાય': મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મલ્લિકાર્જુન ખડગે સામે આકરા પ્રહાર


_05004ac2-f4d0-4ef9-b034-1dd9b763e0d9.jpg)



