Home Gujarat Three Officers Of Gujarats Gascadre Given Additional Charge

લિસ્ટમાં કોણ છે 3 અધિકારીઓ? : ગુજરાતના GAS કેડરના ત્રણ અધિકારીઓને સોંપાયો વધારાનો ચાર્જ

લિસ્ટમાં કોણ છે 3 અધિકારીઓ?
Published by: OBS Bureau
Last Updated: Jun 05, 2025, 03:35 PM IST

ગાંધીનગર: રાજ્યના GAS કેડરના ત્રણ અધિકારીઓને વધારાનો ચાર્જ સોંપાયો છે. વડોદરાની પ્રાદેશિક મ્યુનિસિપાલીટીઝ કચેરીના અધિક કલેકટરને વડોદરા લેન્ડ રેકર્ડસના ડેપ્યુટી ડાયરેક્ટરનો ચાર્જ સોંપાયો છે.

વડોદરા સ્થિત સરદાર સરોવર પુનર્વસન એજન્સીના ડેપ્યુટી કમિશનર એન. આર. પ્રજાપતિને નર્મદા વિભાગના અધિક કલેક્ટરનો ચાર્જ સોંપાયો છે. જ્યારે ગાંધીનગર સ્થિત ગુજરાત સ્ટેટ સિવિલ સપ્લાય કોર્પોરેશન લિમિટેડના જનરલ મેનેજર કે. પી. જેઠવાને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સેક્રેટરીનો ચાર્જ સોંપાયો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now