Home Gujarat Three Gujaratis Including Mir Haji Kasam Received Padma Awards

મીર હાજી કાસમ સહિત ત્રણ ગુજરાતીઓને મળ્યા પદ્મ એવોર્ડ : દેશે કર્યો સન્માન, જાણો વિગતે

મીર હાજી કાસમ સહિત ત્રણ ગુજરાતીઓને મળ્યા પદ્મ એવોર્ડ
Published by: OBS Bureau
Last Updated: Jan 25, 2026, 10:19 AM IST

દેશના પ્રતિષ્ઠિત પદ્મ એવોર્ડ માટે ગુજરાતના ત્રણ મહાનુભાવોની પસંદગી થવાથી રાજ્ય માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. કલા અને સમાજસેવાના ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન બદલ આ ત્રણેય ગુજરાતીઓને પદ્મ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.

ત્રણ ગુજરાતીઓને પદ્મ એવોર્ડ

આર્ટ ક્ષેત્રે મીર હાજી કાસમ, જેમને લોકો ‘હાજી રમકડું’ તરીકે ઓળખે છે, તેમને તેમની અનોખી કલાત્મક સેવા બદલ આ સન્માન મળ્યું છે. તે જ રીતે આર્ટ ક્ષેત્રમાં જ ધાર્મિકલાલ પંડ્યાને તેમની લાંબા સમયની કલાત્મક સાધના અને યોગદાન બદલ પદ્મ એવોર્ડ આપવામાં આવ્યો છે. જ્યારે સામાજિક કાર્યના ક્ષેત્રે નિલેશ મંડલેવાલાને સમાજ માટે કરેલા ઉત્તમ અને નિષ્ઠાપૂર્વકના કાર્ય બદલ પદ્મ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે.

લોકોમાં આનંદ અને ગૌરવની લાગણી

ગુજરાતના આ ત્રણેય ગૌરવશાળી વ્યક્તિત્વોની સિદ્ધિથી રાજ્યના લોકોમાં આનંદ અને ગૌરવની લાગણી જોવા મળી રહી છે. તેમની આ સિદ્ધિ યુવા પેઢી માટે પ્રેરણારૂપ બની રહેશે.

હાજી કાસમ જાણીતા તબલાવાદક

હાજી કાસમ ગુજરાતમાં તબલાવાદન ક્ષેત્રે જાણીતું નામ છે. તેમણે જૂનાગઢથી વિશ્વફલક પર નામ રોશન કર્યું છે. નવ વર્ષની ઉંમરથી તેમણે કલાક્ષેત્રે પદાર્પણ કર્યું હતું જેઓ વણઝારી ચોકની ગરબીથી શરૂઆત કરી હતી.

ધાર્મિકલાલ પંડ્યા આખ્યાનકાર

ધાર્મિકલાલ પંડ્યા એક માણભટ્ટ જેમનો જન્મ 1932માં વડોદરામાં થયો હતો. આ કલા તેમણે તેમના પિતા ચુનીલાલ પંડ્યા પાસેથી મેળવી હતી. તેમણે 18 વર્ષની ઉંમરે માણભટ્ટ તરીકેની લુપ્ત થતી કલા અપનાવી હતી.

અંગદાનની પ્રવૃત્તિના પ્રણેતા!

નિલેશ માંડલેવાલાએ ગુજરાતમાં અંગદાનની પ્રવૃત્તિના પ્રણેતા છે. ડોનેટ લાઈફ સંસ્થાના સ્થાપક નિલેશ માંડલેવાલાને અંગદાનના ક્ષેત્રમાં મહત્વની કામગીરી કરી છે

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now