રાજ્યમાં અસામાજિક તત્વોનો આતંક વધી ગયો છે. ત્યારે આ વચ્ચે ભાવનગર શહેરના સુભાષનગરમાં ધોળા દિવસે જૂની અદાવતમાં યુવાનની હત્યા મામલે ત્રણની ધરપકડ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના બની હતી. પંચવટી ચોક નજીક શહેર ફરતી સડક પર ધોળા દિવસે એક યુવાનની તિક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી હતી. મૃતક યુવાનની ઓળખ કેવલ આહીર તરીકે થઈ છે. જે અગાઉ એક હત્યા કેસમાં જામીન પર બહાર આવ્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, કેવલ આહીર પોતાની કાર વોશિંગ માટે સુભાષનગર પંચવટી ચોક પાસે આવ્યો હતો. તે દરમિયાન ત્રણ અજાણ્યા શખ્સોએ તેના પર તિક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં કેવલને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અને તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરતાં હત્યામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓની ઓળખ ભાર્ગવ, ભરત અને અર્જુન તરીકે થઈ છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આ હત્યા જૂની અદાવતના કારણે થઈ છે. હાલમાં પોલીસ પકડાયેલા ત્રણેય આરોપીઓની સઘન પૂછપરછ કરી રહી છે. અને હત્યામાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલું છે કે કેમ? તે દિશામાં પણ તપાસ ચલાવી રહી છે.
'ગુજરાતનું અપમાન સહન નહીં થાય': મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મલ્લિકાર્જુન ખડગે સામે આકરા પ્રહાર






