Home Tech/Gadgets This Secret Mode Of The Phone Will Save Your Life While Driving Know Today

ડ્રાઇવિંગ વખતે ફોનનો આ 'સીક્રેટ' મોડ બચાવશે તમારો જીવ! : 90% લોકો નથી જાણતા આ એક ક્લિકની કમાલ, આજે જ જાણો

ડ્રાઇવિંગ વખતે ફોનનો આ 'સીક્રેટ' મોડ બચાવશે તમારો જીવ!
Published by: OBS Bureau
Last Updated: Mar 04, 2026, 08:30 AM IST

Smartphone : આજના સમયમાં સ્માર્ટફોન વગર એક પળ પણ ચાલતું નથી. મનોરંજનથી લઈને કામકાજ સુધી બધું જ ફોન પર નિર્ભર છે. પરંતુ, આ જ સ્માર્ટફોન જ્યારે આપણે ડ્રાઇવિંગ કરતાં હોઈએ ત્યારે સૌથી મોટો દુશ્મન સાબિત થઈ શકે છે. રસ્તા પર થતાં મોટાભાગના અકસ્માતો પાછળનું મુખ્ય કારણ વાહન ચલાવતી વખતે ફોનનો ઉપયોગ હોય છે. પણ શું તમે જાણો છો કે, તમારા ફોનમાં જ એક એવું ફીચર છે, જે તમારો જીવ બચાવી શકે છે?

છુપાયેલું ફીચર : ડુ નોટ ડિસ્ટર્બ (DND)

મોટાભાગના સ્માર્ટફોન યૂઝર્સ 'ડુ નોટ ડિસ્ટર્બ' એટલે કે DND મોડ વિશે જાણે છે, પરંતુ તેનો ઉપયોગ માત્ર ઊંઘતી વખતે કે મીટિંગમાં જ કરે છે. રિસર્ચ મુજબ, 90% લોકો એ નથી જાણતા કે આ ફીચર ડ્રાઇવિંગ દરમિયાન અકસ્માત ટાળવા માટે કેટલું કારગર છે. એક નાનકડી ક્લિકથી તમે તમારું અને બીજાનું જીવન સુરક્ષિત કરી શકો છો.

શું કહે છે નિષ્ણાતો અને સંશોધન?

રોડ સેફ્ટી પર કામ કરતી પ્રખ્યાત સંસ્થા 'AAA ફાઉન્ડેશન ફોર ટ્રાફિક સેફ્ટી' ના એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, અનેક ડ્રાઇવરોને આ ફીચરનો ઉપયોગ કરતાં જ નથી આવડતું. નિષ્ણાત જેક નેલ્સનના મતે, જો ડ્રાઇવિંગ વખતે DND મોડ ઓન રાખવામાં આવે, તો ડ્રાઇવરનું ધ્યાન ભટકવાની શક્યતા ઘણી ઓછી થઈ જાય છે. આ ફીચર એન્ડ્રોઇડ અને આઇફોન એમ બંનેમાં સરળતાથી ઉપલબ્ધ છે.

રિસર્ચના આશ્ચર્યજનક પરિણામો

એક પ્રયોગ દરમિયાન 300 ડ્રાઇવરો પર 10 અઠવાડિયા સુધી નજર રાખવામાં આવી હતી. પરિણામોમાં જાણવા મળ્યું કે, જે ડ્રાઇવરોએ વાહન ચલાવતી વખતે DND મોડ ફરજિયાત ચાલુ રાખ્યો હતો, તેમના દ્વારા ફોનનો ઉપયોગ કરવાના પ્રમાણમાં 41 ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ સાબિત કરે છે કે, એક નાનકડું સેટિંગ ફોનની લત અને રસ્તા પરના જોખમને ઘટાડી શકે છે.

કઈ રીતે કામ કરે છે આ મેજિક ફીચર?

DND મોડ ચાલુ કરવાથી તમારા ફોન પર આવતા કૉલ્સ, મેસેજ કે નોટિફિકેશન સાયલન્ટ થઈ જાય છે. ફોનમાં ન તો રિંગ વાગે છે કે, ન તો વાઇબ્રેશન થાય છે, જેથી ડ્રાઇવરનું ધ્યાન રસ્તા પરથી હટતું નથી. જો તમને કોઈ અગત્યના કૉલની ચિંતા હોય, તો તમે સેટિંગ્સમાં જઈને 'ફેવરિટ કોન્ટેક્ટ્સ' ને મંજૂરી આપી શકો છો, જેથી માત્ર જરૂરી કૉલ્સ જ તમને સંભળાય.

કેવી રીતે એક્ટિવ કરવું?

આ ફીચરનો ઉપયોગ કરવો અત્યંત સરળ છે. તમે ફોનના 'કંટ્રોલ સેન્ટર' માં જઈને સીધું જ DND (ચંદ્ર જેવું આઈકોન) ઓન કરી શકો છો. અથવા ફોનના સેટિંગ્સમાં જઈને 'Focus' કે 'Sound & Vibration' માં આ ઓપ્શન શોધી શકો છો. આ ફીચર માત્ર ડ્રાઇવિંગમાં જ નહીં, પણ અભ્યાસ કે ઓફિસના કામમાં પણ એકાગ્રતા વધારવા માટે શ્રેષ્ઠ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now