Home Gujarat This Group Is Always Ready To Help Farmers Practicing Naturalfarming

રાષ્ટ્રની રક્ષા માટે બ્લેક કમાન્ડો ખેડૂતોની સહાય માટે ગ્રીન કમાન્ડો : આ ગ્રુપ પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂતોની મદદ માટે સદાય તત્પર

રાષ્ટ્રની રક્ષા માટે બ્લેક કમાન્ડો ખેડૂતોની સહાય માટે ગ્રીન કમાન્ડો
Published by: OBS Bureau
Last Updated: Jun 04, 2025, 12:17 PM IST

આપણે અત્યાર સુધી રાષ્ટ્રની રક્ષા કરનાર બ્લેકકેટ કમાન્ડો, એનએસજી કમાન્ડો, ચેતક કમાન્ડો, પેરા કમાન્ડો, એસપીજી કમાન્ડો જેવા નામ સાંભળ્યા છે, પણ ગ્રીન કમાન્ડો આપણે સૌએ કદાચ નહીં સાંભળ્યું હોય. આ ગ્રૂપ પર્યાવરણના સંરક્ષણ માટે કામ કરે છે, પણ આ ગ્રૂપની કામ કરવાની એક અનોખી રીત છે. ગ્રીન કમાન્ડો પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂતો અને ખેતીના વિકાસ માટે નિ:સ્વાર્થે કામ કરનાર ગ્રૂપ છે. પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂતોની મદદ માટે સદાય તત્પર એવા ગ્રીન કમાન્ડો ખેડૂતોને મદદરૂપ બનીને તેમના જીવનમાં ઊર્જા અને ઉત્સાહ ભરવાનું કાર્ય કરે છે.

અમદાવાદમાં આ ગ્રૂપની શરૂઆત પાંચ વર્ષ પહેલા જિલ્લાના જ આગેવાન વિષ્ણુભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી. આ ગ્રૂપની શરૂઆત ૩૫ સભ્યોથી થઇ હતી, જે આજે ૬૦૦થી વધુ સભ્યો સુધી પહોંચી ગઇ છે. ગ્રીન કમાન્ડો અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સુરેન્દ્રનગર એમ ચાર જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂતો અને ખેતીના વિકાસ માટે નિ:સ્વાર્થે કામ કરે છે. આ ગ્રૂપનો મુખ્ય ઉદ્દેશ પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂતોની મૂળભૂત સમસ્યાઓ સમજીને તેનું નિરાકરણ લાવવાનું છે. ગ્રીન કમાન્ડો ગ્રૂપનો સભ્ય જે અનાજમાં નિષ્ણાંત છે એ પાક વિશે તમામ ખેડૂતોને માર્ગદર્શન આપે છે. આ ગ્રૂપના તમામ સભ્યોનું માનવું છે કે, પ્રાકૃતિક ખેતી કરનાર તમામ ખેડૂતો જગતના સાચા તાત છે અને સમાજના સુપર હીરો છે.


પ્રાકૃતિક ખેતી માટે ડીએપી અને યૂરિયાનો વિકલ્પ પણ શોધ્યો છે. ડીએપીનો ઉકેલ શોધવા અમારી ટીમ ઉદેયપુર પહોંચી ગઇ હતી અને ત્યાંથી શ્રેષ્ઠ ટકાવારી હોય તેવો રોક ફોસ્ફેટ લાવ્યા હતા. ત્યારબાદ તેના પર અલગ અલગ રિચર્સ કરીને શ્રેષ્ઠ પ્રોમ પ્લસ ખાતર તૈયાર કર્યું. જે બજારમાં ૮-૧૦ રૂપિયા મળતું પ્રોમ પ્લસ અમે ૩ રૂપિયા કિલોએ એટલે કે પડતર કિંમત પર ખેડૂતોને આપ્યું હતુ. આ અમે એટલા માટે બનાવી શક્યા કે અમારા ટીમના કેપ્ટન વિષ્ણુભાઇ દિનરાત ખેડૂતો માટે મહેનત કરે છે અને દરરોજ ચાર કલાક ખેડૂતો માટે શું ઉપયોગી થઇ શકે તેના પર રિચર્સ પણ કરે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now