Home Gujarat This Fair Has Been Held In Gohilwad For 100 Years

ગોહિલવાડમાં 100 વર્ષ થી યોજાય છે આ મેળો : શીતળા માતાના દર્શન પછી મેળાની થાય છે ઉજવણી

ગોહિલવાડમાં 100 વર્ષ થી યોજાય છે આ મેળો
Published by: OBS Bureau
Last Updated: Aug 15, 2025, 12:05 PM IST

ભાવનગર શહેરના ઘોઘારોડ પર આવેલા મોટા શીતળા માતાજીના મંદિરે શીતળા સાતમના દિવસે વર્ષોની પરંપરા સાથે ચાલતો આવતો ભાતીગળ લોકો મેળો યોજાયો હતો. આ મેળામાં ભાવનગર શહેર જીલ્લા માંથી મોટી સંખ્યામાં લોકો મેળાનો આનંદ માનવા ઉમટી પડ્યા હતા. આ સાથે મેળામાં આવતા લોકોએ શીતળા માતાજીના દર્શન કરી ધન્યતા પણ અનુભવી હતી.

ગોહિલવાડમાં 100 વર્ષ થી થાય છે આ મેળાનું આયોજન

ભાવનગર જે ગોહિલવાડ તરીકે પણ પ્રચલિત છે. આ ગોહિલવાડની પરંપરા અને રીત રીવાજો વર્ષો બાદ પણ લોકોએ યથાવત જાળવી રાખી છે. ભાવનગર શહેરના ઘોઘારોડ પર આવેલા મોટા શીતળા માતાજી મંદિરે ભાતીગળ લોકમેળો યોજાય છે. જ્યાં આવેલા મોટા શીતળા માતાજીની લોકો માનતા મને છે અને જે શ્રદ્ધા અને વિશ્વાસ સાથે પૂર્ણ પણ થાય છે. લોકો આ માનતા શીતળા સાતમના દિવસે પૂરી કરવા અને માતાજીના દર્શન કરવા મોટી સંખ્યમાં ઉમટી પડે છે.

મોટી સંખ્યામાં લોકો મેળાનો માણે છે આનંદ

આ મેળાનું આયોજન છેલ્લા 100 વર્ષથી થાય છે. જેમા ભાવનગરની શીતળા સાતમ મહોત્સવ સમિતિ દ્વારા અને તંત્ર દ્વારા મેળાનું તમામ પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. આ મેળામાં લાખોની સંખ્યામાં લોકો આવે છે અને માતાજીના દર્શન કરી પોતાની માનતા પૂર્ણ કરવા ધન્યતા અનુભવે છે. આ સાથે સાથે લોકો મેળાનો આનંદ પણ માણે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now