Home Sports This Cricketers Record Of A Century In 31 Balls Is Still Unbreakable

ફૂટબોલ, રગ્બી અને હોકીમાં પણ બધાનો બાપ છે આ ક્રિકેટર : આ ક્રિકેટરનો 31 બોલમાં સદીનો રેકોર્ડ હજુ પણ 'Unbreakable'!

ફૂટબોલ, રગ્બી અને હોકીમાં પણ બધાનો બાપ છે આ ક્રિકેટર
Published by: OBS Bureau
Last Updated: Feb 17, 2026, 02:30 AM IST

આજે વિશ્વ ક્રિકેટના સૌથી લોકપ્રિય અને વિસ્ફોટક બેટ્સમેન AB de Villiersનો જન્મદિવસ છે. જ્યારે પણ તેઓ મેદાન પર આવતા, ત્યારે સ્ટેડિયમમાં માત્ર એક જ નામ ગુંજતું - "ABD... ABD!". પોતાની અનોખી બેટિંગ સ્ટાઇલને કારણે 'Mr. 360' તરીકે ઓળખાતા એબીએ ક્રિકેટની પરિભાષા બદલી નાખી છે. ચાલો તેમના જન્મદિવસ પર જાણીએ તેમની સફર અને કેટલાક અજાણ્યા તથ્યો.

માત્ર ક્રિકેટ જ નહીં, અનેક રમતોના ચેમ્પિયન

એબી ડી વિલિયર્સ વિશે એક લોકપ્રિય માન્યતા છે કે તેઓ અનેક રમતોમાં નિષ્ણાત હતા. જોકે તેમણે પોતાની આત્મકથામાં સ્પષ્ટતા કરી છે કે તેઓ રાષ્ટ્રીય કક્ષાએ બધી રમતો નહોતા રમ્યા, પરંતુ તેઓ નાનપણમાં ટેનિસ, હોકી, ફૂટબોલ અને રગ્બીમાં ખૂબ જ કુશળ હતા. આ ઉપરાંત, તેઓ સ્વિમિંગમાં પણ સ્કૂલ રેકોર્ડ ધરાવતા હતા. તેમની આ બહુમુખી પ્રતિભા જ તેમને મેદાન પર ચપળ બનાવે છે.

નેલ્સન મંડેલાના હાથે એવોર્ડ અને સંગીતનો શોખ

બહુ ઓછા લોકો જાણે છે કે એબી ભણવામાં પણ તેજસ્વી હતા. વિજ્ઞાનના એક પ્રોજેક્ટ માટે તેમને દક્ષિણ આફ્રિકાના મહાન નેતા નેલ્સન મંડેલાના હાથે એવોર્ડ મળ્યો હતો. ક્રિકેટ સિવાય તેમને સંગીતનો પણ ભારે શોખ છે. તેમણે 'Make Your Dreams Come True' નામનું મ્યુઝિક આલ્બમ પણ બહાર પાડ્યું છે. ખાસ કરીને ભારત પ્રત્યેના તેમના પ્રેમ અને 'ઝિંદગી ના મિલેગી દોબારા'ના ગીતો ગાતા તેમના વીડિયો સોશિયલ મીડિયા પર ફેન્સમાં ખૂબ જ લોકપ્રિય છે.

વિરાટ કોહલી સાથેની 'અતૂટ દોસ્તી' અને RCB

IPL માં RCB સાથે એબીનો સંબંધ માત્ર એક ખેલાડી તરીકેનો નથી, પણ ભાવનાત્મક છે. વિરાટ કોહલી અને એબી ડી વિલિયર્સની દોસ્તી ક્રિકેટ જગતમાં એક ઉદાહરણ છે. વિરાટ તેમને પોતાનો મોટો ભાઈ અને રોલ મોડેલ માણે છે. આ જોડીએ IPL ઇતિહાસમાં અનેક રેકોર્ડ બનાવ્યા છે, જેમાં 2016 માં ગુજરાત લાયન્સ સામેની 229 રનની ઐતિહાસિક ભાગીદારી આજે પણ ફેન્સ ભૂલી શક્યા નથી.

મહત્વના રેકોર્ડ્સ અને એવોર્ડ્સ

  • ઝડપી સદી: વર્ષ 2015 માં વેસ્ટ ઈન્ડિઝ સામે માત્ર 31 બોલમાં સદી ફટકારીને તેમણે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.

  • ICC એવોર્ડ્સ: તેઓ 3 વાર (2010, 2014, 2015) ICC ODI Player of the Year નો એવોર્ડ જીતી ચૂક્યા છે.

  • Mr. 360: મેદાનના કોઈપણ ખૂણે સિક્સર મારવાની તેમની ક્ષમતાને કારણે ફેન્સ તેમને આ નામ આપ્યું છે.

એબી ડી વિલિયર્સે ભલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી હોય, પણ તેમની રમત અને વિનમ્ર સ્વભાવ આજે પણ કરોડો ભારતીયોના દિલમાં જીવંત છે.

Happy Birthday, Legend!

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now