logo-img
These Three Suvs Under 6 Lakh Offer Sunroof And Great Mileage

સનરૂફ અને શાનદાર માઇલેજ આપતી આ ત્રણ દમદાર SUVs! : ₹6 લાખથી ઓછી કિંમતમાં મેળવો પ્રીમિયમ ફીચર્સ અને દમદાર લુક

સનરૂફ અને શાનદાર માઇલેજ આપતી આ ત્રણ દમદાર SUVs!
Published by: Offbeat Team
| Last Updated: Feb 12, 2026, 09:33 AM IST

These three powerful SUVs : આજના સમયમાં દરેક વ્યક્તિનું સપનું હોય છે કે તેમની પાસે પોતાની એક શાનદાર SUV કાર હોય. પહેલાના સમયમાં SUV એટલે મોંઘી કાર ગણાતી, પરંતુ હવે ઓટોમોબાઈલ કંપનીઓએ સામાન્ય માણસના બજેટને ધ્યાનમાં રાખીને સસ્તી અને ફીચર-લોડેડ SUVs લોન્ચ કરવામાં આવી છે. જો તમે તમારા પરિવાર માટે ₹6 લાખની આસપાસની કિંમતમાં સનરૂફ અને શાનદાર માઇલેજવાળી કાર શોધી રહ્યા છો, તો Hyundai Exter, Tata Punch અને Nissan Magnite તમારા માટે બેસ્ટ ઓપ્શન સાબિત થઈ શકે છે.

હ્યુન્ડાઈ એક્સટર (Hyundai Exter) : ફીચર્સનો ખજાનો

હ્યુન્ડાઈ એક્સટર હાલમાં ભારતની સૌથી લોકપ્રિય અને સસ્તી SUV પૈકીની એક છે. તેની શરૂઆતની કિંમત અંદાજે ₹5.73 લાખ છે.

એન્જિન અને પાવર : તેમાં 1.2-લિટર પેટ્રોલ એન્જિન છે, જે 82bhp પાવર આપે છે.

માઇલેજ : પેટ્રોલ પર આ કાર 19.4kmpl ની માઇલેજ આપે છે, જ્યારે CNG માં 27km/kg ની શાનદાર એવરેજ મળે છે.

ખાસિયત : સુરક્ષા માટે તેમાં 6 એરબેગ્સ સ્ટાન્ડર્ડ આપવામાં આવી છે. આ ઉપરાંત સનરૂફ અને ક્રુઝ કંટ્રોલ જેવા પ્રીમિયમ ફીચર્સ તેને ખાસ બનાવે છે.

ટાટા પંચ (Tata Punch) : મજબૂતી અને સુરક્ષાનું કોમ્બિનેશન

જો તમારી પ્રાથમિકતા સુરક્ષા (Safety) છે, તો ટાટા પંચ શ્રેષ્ઠ છે. ₹5,59 લાખની શરૂઆતની કિંમત ધરાવતી આ કારને સેફ્ટી રેટિંગમાં 5-સ્ટાર મળેલ છે.

પરફોર્મન્સ : તેનું 1.2-લિટર એન્જિન 87bhp પાવર જનરેટ કરે છે.

ગ્રાઉન્ડ ક્લિયરન્સ : જુના મોડલનું 187mm ગ્રાઉન્ડ ક્લિયરન્સ હતું જ્યારે ફેસલિફ્ટ વર્ઝનમાં 193mm નું ગ્રાઉન્ડ ક્લિયરન્સ આપવામાં આવ્યું છે, જેના કારણે ખરાબ રસ્તાઓ પર પણ આ કાર આરામથી ચાલી શકે છે.

ટેકનોલોજી : તેમાં 10.25-ઇંચની મોટી ટચસ્ક્રીન અને સનરૂફની સુવિધા છે. CNG વેરિઅન્ટમાં પણ આ કાર 27km/kg ની માઇલેજ આપે છે.

નિસાન મેગ્નાઈટ (Nissan Magnite) : સ્ટાઇલિશ લુક અને આધુનિક ટેક

નિસાન મેગ્નાઈટ તેની સ્પોર્ટી ડિઝાઈન અને એડવાન્સ ફીચર્સ માટે જાણીતી છે. તેની શરૂઆતની કિંમત ₹5.61 લાખ છે.

વિવિધ ઓપ્શન : આ કારમાં ટર્બો એન્જિન અને CVT ગિયરબોક્સનો વિકલ્પ પણ મળે છે.

હાઇ-ટેક ફીચર્સ : આ સેગમેન્ટમાં 360-ડિગ્રી કેમેરા આપનારી આ મહત્વની કાર છે. સાથે જ વાયરલેસ એપલ કારપ્લેની સુવિધા પણ મળે છે.

ગ્રાઉન્ડ ક્લિયરન્સ : સૌથી વધુ 205mm ગ્રાઉન્ડ ક્લિયરન્સ હોવાને કારણે તે ગામડા કે ઉબડખાબડ રસ્તાઓ માટે બેસ્ટ છે.

કઈ કાર ખરીદવી જોઈએ?

જો તમે ઓછી કિંમતે વધુ સેફ્ટી ઈચ્છો છો, તો Tata Punch ઉત્તમ છે, જો તમે વધુ ફીચર્સ અને સ્મૂધ ડ્રાઇવિંગ ઈચ્છો છો તો Hyundai Exter તરફ જઈ શકો છો, અને જો તમને સ્પોર્ટી લુક અને 360-ડિગ્રી કેમેરા જેવા મોડર્ન ફીચર્સ ગમે છે તો Nissan Magnite તમારા માટે પરફેક્ટ છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now