અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 200થી વધુ લોકોના મોત થયાની પુષ્ટિ થઈ છે. આ દરમિયાન કેટલાક ચોંકાવનારા વીડિયો સામે આવ્યા છે, જે એક યુવકે X પર પોસ્ટ કર્યા છે. આકાશ વત્સ નામના યુઝરે દાવો કર્યો છે કે વિમાનના કેટલાક સાધનો ખામીયુક્ત હતા. તે ઘટનાના લગભગ બે કલાક પહેલા તે જ ફ્લાઇટ દ્વારા દિલ્હીથી અમદાવાદ પાછો ફર્યો હતો. આ દરમિયાન તેમણે પોતાના મોબાઇલ પર ફ્લાઇટના ખામીયુક્ત સાધનોનો વીડિયો બનાવ્યો હતો.
યુઝરે ફ્લાઇટના ખામીયુક્ત સાધનો બતાવ્યા
યુઝરે આકાશ વત્સે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર ફ્લાઇટના કેટલાક વીડિયો પોસ્ટ કર્યા અને લખ્યું કે તે અમદાવાદથી ઉડાન ભર્યાના લગભગ 2 કલાક પહેલા તે જ વિમાનમાં હતો. તે જ વિમાન દ્વારા દિલ્હીથી અમદાવાદ આવ્યો હતો. ફ્લાઇટમાં કેટલાક સાધનો કામ કરી રહ્યા ન હતા. તેણે તેના મોબાઇલ પર તેનો વીડિયો બનાવ્યો. વીડિયોમાં તે ફ્લાઇટના ખામીયુક્ત સાધનો બતાવી રહ્યો છે. આકાશે એર ઇન્ડિયાને ટેગ કરીને વીડિયો ટ્વિટ કર્યો છે.
I was in the same damn flight 2 hours before it took off from AMD. I came in this from DEL-AMD. Noticed unusual things in the place.Made a video to tweet to @airindia i would want to give more details. Please contact me. @flyingbeast320 @aajtak @ndtv @Boeing_In #planecrash #AI171 pic.twitter.com/TymtFSFqJo
— Akash Vatsa (@akku92) June 12, 2025
આ વિમાન 2013માં પહેલીવાર ઉડાન ભરી હતી
અમદાવાદમાં ક્રેશ થયેલી બોઇંગ 787-8 ફ્લાઇટ પહેલા પણ વિવાદોમાં રહી છે. તેની ઉત્પાદન પ્રક્રિયા અને ગુણવત્તા નિયંત્રણ પર પ્રશ્નો ઉભા થયા છે, પરંતુ તેમ છતાં ઉડાન ચાલુ રહી. એર ઇન્ડિયાના જણાવ્યા અનુસાર, ફ્લાઇટ AI171 એ બોઇંગ 787-8 ડ્રીમલાઇનર છે જેનો નોંધણી નંબર VT-ANB અને સીરીયલ નંબર 36279 છે. આ વિમાને પહેલી વાર 14 ડિસેમ્બર 2013 ના રોજ ઉડાન ભરી હતી. જાન્યુઆરી 2014 માં બોઇંગ દ્વારા તેને એર ઇન્ડિયાને સોંપવામાં આવ્યું હતું. ફ્લાઇટ AI 171, બોઇંગ 787-8 ડ્રીમલાઇનર, એક વાઇડબોડી, ટ્વીન-એન્જિન વિમાન છે. એર ઇન્ડિયાનો દાવો છે કે આ ફ્લાઇટનો પહેલો અકસ્માત હતો.






