Home Tech/Gadgets These Countries Banned Elon Musks Grok Ai Know The Reason

Elon Musk ના Grok AI પર લાગ્યો પ્રતિબંધ! : જાણો શું છે કારણ, ભારતમાં પણ આ અંગે વિવાદ!

Elon Musk ના Grok AI પર લાગ્યો પ્રતિબંધ!
Published by: OBS Bureau
Last Updated: Jan 12, 2026, 01:34 PM IST

Elon Musk's Grok AI banned: છેલ્લા કેટલાક વર્ષોમાં જેમ જેમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ ઝડપથી વધ્યો છે, તેમ તેમ ફેક કન્ટેન્ટ સંબંધિત સમસ્યાઓ પણ વધી રહી છે. Elon Musk ના Grok AI ટૂલનો ઉપયોગ પોર્નોગ્રાફિક કન્ટેન્ટ બનાવવા માટે કરવામાં આવ્યો છે, જેના કારણે કેટલાક દેશોએ ટૂલના ઍક્સેસને બંધ કરી દીધું છે.

મલેશિયા અને ઇન્ડોનેશિયાએ થયું બંધ

ગયા અઠવાડિયે, ઇન્ડોનેશિયાએ Grok AI ની ઍક્સેસ બ્લોક કરી હતી. એક મીડિયા રિપોર્ટ સૂચવે છે કે, મલેશિયાએ પણ આ AI ટૂલની ઍક્સેસ બ્લોક કરી દીધી છે. મલેશિયાના એક રિપોર્ટમાં જાણવા મળ્યું કે, "Grok ના દુરુપયોગથી અશ્લીલ કન્ટેન્ટ બનાવવામાં આવી હતી અને સંમતિ વિના ઇમેજમાં છેડછાડ કરવામાં આવી હતી." નિવેદનમાં નોંધવામાં આવ્યું છે કે, Musk ના X Crop અને xAI, જે સ્ટાર્ટઅપ Grok વિકસાવ્યું હતું, તેમણે નિયમનકારોની સૂચનાઓ અને ચેતવણીઓ છતાં આવી કન્ટેન્ટ બનાવવાનું ચાલુ રાખ્યું.

યુરિપિયન દેશોમાં પણ Grok થયું બેન

આ ટૂલ મસ્ક દ્વારા નિયંત્રિત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X સાથે સંકલિત છે. રિપોર્ટમાં કહેવું છે કે, AI પ્લેટફોર્મના સુરક્ષા પગલાં અપૂરતા છે અને જરૂરી ફેરફારો કર્યા પછી જ ઍક્સેસ પુનઃસ્થાપિત કરવામાં આવશે. એમ પણ જાણવા મળ્યું કે, X કોર્પ ગ્રોકની ડિઝાઇન અને કામગીરી દ્વારા ઉભા થતા જોખમોને સંબોધવામાં નિષ્ફળ ગયું છે. તે સમસ્યાઓ ઉકેલવા માટે મુખ્યત્વે યુઝર અહેવાલો પર આધાર રાખે છે. ગયા અઠવાડિયે, યુરોપિયન ઓફિશિયલોએ પણ Grok ને તેની વિવાદાસ્પદ ઇમેજ બનાવવાની ફીચરને ચૂકવણી કરતા સબ્સ્ક્રાઇબર્સ સુધી મર્યાદિત કર્યા પછી ઠપકો આપ્યો હતો. તેઓએ કહ્યું કે, આ ફેરફાર અશ્લીલ ડીપફેક ઇમેજઓની સમસ્યાને કાબુમાં લઈ શક્યો નથી.

ખરાબ કન્ટેન્ટ બનાવામાં ઈન્ડિયામાં પણ વિવાદ

ગયા અઠવાડિયે, Grok એ તેની નવી મુદ્રીકરણ નીતિની જાહેરાત કરી. X પરની એક પોસ્ટમાં જણાવાયું હતું કે, ઇમેજ જનરેશન અને સંપાદન સુવિધાઓ ફક્ત ચૂકવણી કરતા સબ્સ્ક્રાઇબર્સ સુધી મર્યાદિત રહેશે. Grok ના પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શનની લિંક પણ આપવામાં આવી હતી. Grok નો ઉપયોગ કરીને પોર્નોગ્રાફિક કન્ટેન્ટ બનાવવા અંગે ભારતમાં પણ વિવાદ ફાટી નીકળ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now