logo-img
These Are The 5 Highest Mileage Bikes In India Know About These Amazing Features Of The Bikes

આ છે ભારતની 5 સૌથી વધુ માઇલેજ આપતી બાઇક્સ! : જાણો એવી શાનદાર ફીચર્સ અને બજેટ ફ્રેન્ડલી બાઇકસ વિશે

આ છે ભારતની 5 સૌથી વધુ માઇલેજ આપતી બાઇક્સ!
Published by: Offbeat Team
| Last Updated: Feb 14, 2026, 06:05 AM IST

ભારતીય બજારમાં જ્યારે પણ કોઈ નવી બાઇક ખરીદવાનો વિચાર આવે, ત્યારે સૌથી પહેલો પ્રશ્ન 'માઇલેજ કેટલી આપશે?' એ જ હોય છે. સતત વધતા પેટ્રોલના ભાવને કારણે હવે લોકો એવી બાઇક્સ શોધી રહ્યા છે જે જોવામાં સ્ટાઇલિશ હોય, કિંમતમાં સસ્તી હોય અને એક લિટર પેટ્રોલમાં લાંબુ અંતર કાપે. જો તમે પણ આવી જ કોઈ બાઇક શોધી રહ્યા છો, તો આ લેખ તમારા માટે છે. જાણો ટોપની 5 માઇલેજ બાઇકો વિશે જણાવીશું.

હોન્ડા શાઇન (Honda Shine) : પાવર અને ભરોસો

હોન્ડા શાઇન વર્ષોથી ભારતીયોની પસંદગી રહી છે. આ બાઇકમાં 123.94cc નું શક્તિશાળી એન્જિન છે, જે 10.63 hp પાવર આપે છે.

માઇલેજ : 55 કિમી/લિટર

કિંમત : ₹81,887 થી ₹87,247 (એક્સ-શોરૂમ, અમદાવાદ)

ખાસિયત : આ બાઇકમાં 10.5 લિટરની ફ્યુઅલ ટેન્ક છે, જે લાંબી મુસાફરી માટે ઉત્તમ છે.

હીરો એક્સ્ટ્રીમ 125R (Hero Xtreme 125R) : સ્ટાઇલ સાથે બચત

જો તમારે સ્પોર્ટી લુકની સાથે સારી માઇલેજ જોઈએ છે, તો હીરો એક્સ્ટ્રીમ 125R એક શ્રેષ્ઠ ઓપ્શન છે.

માઇલેજ : 66 કિમી/લિટર

કિંમત : ₹90,500 થી શરૂ

એન્જિન : 125cc એર-કૂલ્ડ એન્જિન જે 11.4bhp પાવર જનરેટ કરે છે. યુવાનો માટે આ બાઇક સ્ટાઇલ અને માઇલેજનું પરફેક્ટ કોમ્બિનેશન છે.

હીરો એચએફ ડિલક્સ (Hero HF Deluxe) : સામાન્ય માણસની સવારી

ગામડાં હોય કે શહેર, હીરો એચએફ ડિલક્સ તેની મજબૂતી માટે જાણીતી છે. તે સૌથી વધુ વેચાતી બજેટ બાઇક્સમાંની એક છે.

માઇલેજ : 65 કિમી/લિટર

કિંમત : ₹56,535 થી શરૂ

ખાસિયત : તેનું 97.2cc એન્જિન ખૂબ જ ઓછું મેન્ટેનન્સ માંગે છે અને ટકાઉપણામાં નંબર વન છે.

હીરો સ્પ્લેન્ડર પ્લસ XTEC (Hero Splendor Plus XTEC) : માઇલેજનો રાજા

સ્પ્લેન્ડર પ્લસ ભારતની સૌથી લોકપ્રિય બાઇક છે. તેનું નવું XTEC મોડલ સ્માર્ટ ફીચર્સ સાથે આવે છે.

માઇલેજ : લગભગ 70 કિમી/લિટર

કિંમત : ₹77,951 થી શરૂ

ખાસિયત : આમાં i3S ટેકનોલોજી આપવામાં આવી છે, જે ટ્રાફિકમાં એન્જિનને આપમેળે બંધ કરીને પેટ્રોલ બચાવવામાં મદદ કરે છે.

હોન્ડા એસપી 125 (Honda SP 125) : આધુનિક ટેકનોલોજી

હોન્ડા એસપી 125 તેની સ્મૂધ ડ્રાઇવિંગ અને આધુનિક લુક માટે ફેમસ છે.

માઇલેજ : 65 કિમી/લિટર

કિંમત : ₹88,892 થી શરૂ

એન્જિન : 123.94cc, 4-સ્ટ્રોક SI એન્જિન જે 10.87 PS નો પાવર આપે છે. તેમાં 11.2 લિટરની મોટી ટેન્ક મળે છે.

કઈ બાઇક ખરીદવી?

આ પાંચેય બાઇક્સ પોતાની રીતે બેસ્ટ છે. જો તમારું બજેટ ઓછું છે તો HF Deluxe બેસ્ટ છે, અને જો તમારે સૌથી વધુ માઇલેજ જોઈએ છે તો Splendor Plus XTEC શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થશે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now