Home Gujarat These 5 Pictures Of Gujarat Will Leave A Lasting Impression In 2025 You Will Also Be Shocked To See The Viral Photos

2025માં મન-મગજ પર છવાઈ ગુજરાતની આ 5 તસવીરો! : વાયરલ થયેલા ફોટો જોઈને તમે પણ ચોંકી જશો!

2025માં મન-મગજ પર છવાઈ  ગુજરાતની આ 5 તસવીરો!
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 30, 2025, 05:39 AM IST

એક તરફ જંગલનો રાજા વાઘ પાણીની ટાંકીમાંથી શાંતિથી પાણી પીતો હોય, તો બીજી તરફ શહેરના વ્યસ્ત રસ્તા પર વિશાલ હાથી અટ્ટહાસ્ય કરતો ચાલતો હોય! વર્ષ 2025માં કેટલાક એવા દ્ધશ્યો આપણી નજર સામે આવ્યાં, જે અગાઉ ક્યારેય જોયા નહોતા આ દ્ધશ્યોએ લોકોના મનમાં ઊંડી છાપ છોડી દીધી છે. વર્ષના અંતે આવી અનોખી અને વિચિત્ર તસવીરોએ બધાને વિચારવા મજબૂર કરી દીધા છે કે, કુદરત અને માનવ જીવન કેટલા અણધાર્યા છે!

1. ગુજરાતમાં વાઘની એન્ટ્રી

ગુજરાતમાં 32 વર્ષ બાદ દાહોદના રતનમહાલ અભયારણ્યમાં વાઘ જોવા મળ્યો હતો. હવે ગુજરાત સિંહ, દીપડો અને વાઘ આ ત્રણેય પ્રાણીઓ ધરાવતું એકમાત્ર રાજ્ય છે. નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટીએ સત્તાવાર રીતે ગુજરાતને 'વાઘની હાજરી ધરાવતું રાજ્ય' જાહેર કર્યું છે.

2.પહેલી વખત ગજરાજ જગન્નાથયાત્રામાં બેકાબૂ

અમદાવાદની 148મી રથયાત્રામાં ખાડિયા વિસ્તારમાં એક હાથી અચાનક ભડકતા થોડીવાર માટે નાસભાગ મચી હતી. આ ઘટનાએ થોડીવાર માટે સૌ કોઈના શ્વાસ અધ્ધર કરી દીધાં. જોકે, કોઈ જાનહાનિ થઈ નહોંતી. ડીજેના અવાજના કારણે હાથીએ નાસભાગ મચાવી હતી.

3.ગંભીરા બ્રિજ દૂર્ઘટના

વડોદરાના પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ આજે 9 જુલાઈએ તૂટી પડતાં અનેક વાહનો નદીમાં પડ્યા હતા. 20થી વધુ લોકોએ આ દૂર્ઘટનામાં જીવ ગુમાવ્યા હતા. આ દૂર્ઘટના બાદ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હતા. જે બાદ બે અધિકારીઓની તાત્કાલિક નિમણૂક કરવામાં આવી હતી.

4.નવું મંત્રીમંડળ

રાજકારણની વાત કરીએ તો, રાજકારણની વાત કરીએ તો, આ વર્ષે ભૂપેન્દ્રભાઈ પટેલના નવા મંત્રી મંડળની રચના કરવામાં આવી હતી. જેમાં હર્ષ સંઘવી નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. આ સાથે જ અનેક દિગ્ગજ નેતાઓને પાછળ છોડીને હર્ષ સંઘવી ગુજરાતના ઈતિહાસના સૌથી નાની વયના DyCM બની ગયા.

5. ફૂટબોલ કિંગ વનતારાના મહેમાન બન્યા

વર્ષના અંતમાં જામનગરના વનતારામાં અંબાણી પરિવાર સાથે દુનિયાનો સૌથી દિગ્ગજ ફૂટબોલર મેસ્સી જમણવાર કરતો જોવા મળ્યો. મેસ્સીની મહેમાનગતિની તસવીરોએ પણ સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now