Upcoming Smartphones March 2026 : ટેકનોલોજીની દુનિયામાં માર્ચ મહિનો ખૂબ જ રોમાંચક રહેવાનો છે. જો તમે નવો સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો Oppo અને Xiaomi જેવી દિગ્ગજ કંપનીઓ ભારતીય બજારમાં પોતાના નવા પાવરફૂલ સ્માર્ટફોન્સ લોન્ચ કરવા માટે તૈયાર છે. આ મહિનામાં બજેટ ફ્રેન્ડલી ફોનથી લઈને પ્રીમિયમ ફોલ્ડેબલ ફોન સુધીના ઘણા ઓપ્શન જોવા મળશે. જાણો આ લિસ્ટમાં કયા કયા સ્માર્ટફોન સામેલ છે.
Oppo K14 5G : પાવરફુલ બેટરી
Oppo K14 5G ભારતમાં 9 માર્ચ, બપોરે 12 વાગ્યે લોન્ચ થશે. આ ફોનની ખાસિયત તેની 7000mAh ની વિશાળ બેટરી છે, જે 45W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ ફોન પર્પલ અને વ્હાઇટ કલરમાં ઉપલબ્ધ થશે અને તેની પાછળની પેનલ પર આકર્ષક 'ક્રિસ્ટલ પેટર્ન' જોવા મળશે. ફોટોગ્રાફી માટે તેમાં LED ફ્લેશ સાથે ડ્યુઅલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે.
Xiaomi 17 : દમદાર પ્રોસેસર અને શાનદાર ડિસ્પ્લે
Xiaomi 17 ભારતમાં 11 માર્ચે એન્ટ્રી કરશે. આ ફોન Snapdragon 8 Elite Gen 5 ચિપસેટ પર ચાલશે, જે તેને ખૂબ જ ફાસ્ટ બનાવે છે. તેમાં 6.3-ઇંચની LTPO OLED ડિસ્પ્લે અને 50mp ના ત્રણ રિયર કેમેરા છે. 6300mAh બેટરી અને 100W ફાસ્ટ ચાર્જિંગ સાથે આવતા આ ફોનની અંદાજિત કિંમત ₹75,000 થી ₹80,000 ની વચ્ચે હોઈ શકે છે.
Xiaomi 17 Ultra : ફોટોગ્રાફી પ્રેમીઓ માટે ખાસ
જો તમને બેસ્ટ કેમેરા જોઈએ છે, તો Xiaomi 17 Ultra તમારા માટે છે. 11 માર્ચે લોન્ચ થનારા આ ફ્લેગશિપ ફોનમાં 200mp નો પેરિસ્કોપ ટેલિફોટો લેન્સ હશે. આ ફોનમાં 6.9-ઇંચની મોટી ડિસ્પ્લે અને અલ્ટ્રાસોનિક ફિંગરપ્રિન્ટ સેન્સર જેવી સુવિધાઓ છે. તેની કિંમત ₹1,10,000 થી ₹1,25,000 ની આસપાસ રહેવાની શક્યતા છે.
Oppo Find N6 : સ્ટાઇલિશ અને સ્લિમ ફોલ્ડેબલ ફોન
Oppo પોતાનો નવો ફોલ્ડેબલ ફોન Find N6 17 માર્ચે રજૂ કરી શકે છે. આ ફોન અત્યંત પાતળો (માત્ર 8.93mm ફોલ્ડિંગ વખતે) હશે. તેમાં 8.12-ઇંચની મુખ્ય ડિસ્પ્લે અને 6.62-ઇંચની કવર ડિસ્પ્લે હશે. આ ફોન ધૂળ અને પાણીથી સુરક્ષિત રહેવા માટે ખાસ IP રેટિંગ સાથે આવશે, જે તમને પ્રીમિયમ એક્સપિરિયન્સ આપશે.




















