Home Gujarat There Will Be Light Rain In Gujarat The Temperature Will Also Rise Ambalal Patels Forecast

ગુજરાતમાં હળવો વરસાદ પણ પડશે, તાપમાનનો પારો પણ ચઢશે : અંબાલાલ પટેલની આગાહી

ગુજરાતમાં હળવો વરસાદ પણ પડશે, તાપમાનનો પારો પણ ચઢશે
Published by: OBS Bureau
Last Updated: Jun 14, 2025, 05:25 AM IST

હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી સાત દિવસ દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે. રાજ્યના દક્ષિણ ભાગોમાં ખાસ કરીને તાપી, નવસારી, વલસાડ, ડાંગ અને દાદરા નગર હવેલી જેવા વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. તેમ જ અમરેલી, ભાવનગર અને ગીર-સોમનાથ જિલ્લાઓમાં પણ વરસાદી માહોલ સર્જાઈ શકે છે.


હવામાન વિજ્ઞાની અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે મુંબઈમાં અટવાયેલું ચોમાસું હવે ગુજરાત તરફ આગળ વધવાની સંભાવના છે અને 13 જૂન પછી ચોમાસાની પ્રવેશ તારીખ માની શકાય છે. તેઓએ ઉમેર્યું કે 26 જૂનથી દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થઈ શકે છે. આ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં આંધી તૂફાન પણ જોવા મળી શકે છે.


તાપમાનની દૃષ્ટિએ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ગરમી યથાવત રહેશે. અમદાવાદ, અમરેલી, અરવલ્લી, બનાસકાંઠા, બોટાદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, મોરબી, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. જ્યારે મહેસાણા અને પાટણમાં તાપમાન 39 ડિગ્રી સુધી જાય તેવી શક્યતા છે. કચ્છ વિસ્તારમાં તાપમાન સૌથી વધુ 40 ડિગ્રી સુધી રહી શકે છે.


રાજ્યના નાગરિકોને સલાહ આપવામાં આવી છે કે હવામાનની તાજી માહિતી પર નજર રાખે અને અનુકૂળ તકેદારી રાખે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now