Home Gujarat The Road To Ambjaji Is Bustling Again The Road Was Closed Due To A Landslide

આંબાઘાટ-દાંતા રસ્તો ફરી ધમધમતો થયો : લેન્ડ સ્લાઇડના કારણે રસ્તો થયો હતો બંધ

આંબાઘાટ-દાંતા રસ્તો ફરી ધમધમતો થયો
Published by: OBS Bureau
Last Updated: Jun 23, 2025, 05:20 AM IST

બનાસકાંઠાના દાંતા તાલુકામાં છેલ્લા 24 કલાક 8 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. ચોમાસુ ઋતુના પ્રથમ ભારે વરસાદને પગલે આંબા ઘાટ-દાંતા રોડ પર લેન્ડ સ્લાઇડ થયું હતું જેના લીધે એક તરફનો રસ્તો બંધ થયો હતો.

વરસાદની સ્થિતિની ગંભીરતાને ધ્યાને લઇ રાજ્ય માર્ગ અને મકાન વિભાગ (R&B) બનાસકાંઠા દ્વારા તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવી હતી. લેન્ડ સ્લાઈડના લીધે રસ્તા પર ભેગા થયેલ ડેબ્રિસને તાત્કાલિક હટાવવાની કામગીરી કરીને યુદ્ધના ધોરણે રસ્તાને ફરીથી શરૂ કરવામાં આવ્યો હતો.

રાજ્ય માર્ગ અને મકાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ વરસાદના સમયમાં અસુવિધા ન થાય તે માટે જરૂરી તકેદારીના પગલાઓ લેવાનું શરૂ કરવામાં આવ્યું છે. 

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now