Air India Plane Crash in Ahmedabad: અમદાવાદથી લંડન જવા માટે ઉડેલાં પ્લેને આજે અનેક મુસાફરોને મોતના મુકામે પહોંચાડી દીધાં. અમદાવાદથી ઠીક 1 વાગ્યાને 38 મિનિટે એયર ઈન્ડિયાના પેસેન્જર પ્લેન AI-171 એ ઉડાન ભરી હતી. અને ટેકઓફની ત્રીજી જ મિનિટમાં એટલેકે, 1 વાગ્યાને 41 મિનિટે 242 મુસાફરો અને પ્લેનના ક્રૂ સહિત અંદાજે 250 લોકોને લઈને જતું પ્લેન ક્રેશ થઈ ગયું.
પ્રાપ્ત માહિતી મુજબ અકસ્માત સમયે એયર ઈન્ડિયાના આ પ્લેનની સ્પીડ 322 કિ.મી. પ્રતિ કલાકની હતી. એવી પણ માહિતી સામે આવી છેકે, આ લાંબી મુસાફરીની ફ્લાઈટ હોવાથી લંડન સુધીની ફ્લાઈટ હોવાથી પ્લેનની ટાંકીમાં ખીચોખીચ ફ્યુઅલથી ભરેલી હતી. આટલી મોટી માત્રામાં ફ્યુઅલથી ભરેલું પ્લેન ટેક ઓફ કરતાની ત્રીજી જ મિનિટે બિલ્ડિંગમાં ઘુસી ગયું અને અનેક પ્લેનમાં સવાર મુસાફરો સહિત અનેક લોકો મોતના મુખમાં ધકેલાઈ ગયાં.
અમદાવાદ શહેરના મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડમાં 171-એર ઇન્ડિયા બોઇંગ પ્લેન ક્રેશ થયું છે. આ ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નિધન થયું છે. આ ઉપરાંત આ દુર્ઘટનામાં 150 કરતા વધારે લોકોના મોતની ખબર આવી રહી છે. મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે. કારણકે, પ્લેનમાં સવાર મુસાફરો, ક્રૂ મેમ્બર અને પાયલટ ઉપરાંત જ્યાં પ્લેન ક્રેશ થયું ત્યાં ઉપસ્થિત સંખ્યાબંધ લોકોના પણ મોત નિપજ્યાં હોવાની આશંકા સેવાઈ રહી છે. મૃતદેહો જોઈ ન શકાય તેટલી હદે સળગી ગયા છે. એર ઇન્ડીયાની ફલાઇટ ટેઇક ઓફ કરવાની સાથે જ પ્રંચડ વિસ્ફોટ સાથે જ તૂટી પડયુ હતું. દુર્ઘટના બાદ અમદાવાદ એરપોર્ટ બંધ કરવામાં આવ્યું.
એયર ઈન્ડિયાના પ્લેનમાં સવાર મુસાફરો અંગેની વિગતોઃ
પ્લેનમાં સવાર સવાર 217 મુસાફરો પુખ્ત વયના હતા
પ્લેનમાં 11 બાળકો અને 2 નવજાત શિશુ પણ સવાર હતા
પ્લેનમાં સવાર 169 મુસાફરો ભારતીય હતા
પ્લેનમાં 53 બ્રિટિશ મુસાફરો પણ સવાર હતા
પ્લેનમાં પોર્ટુગલના 7 મુસાફરો સવાર હતા
પ્લેનમાં 1 કેનેડિયન નાગરિક પણ મુસાફરી કરતો હતો.
ડોકટરો જમતા હતા ત્યારે અમદાવાદ સિવિલ હોસ્ટેલની મેસમાં ઘુસ્યુ પ્લેન!
અમદાવાદની સિવિલ હોસ્પિટલ સંલગ્ન અતુલ્ય હોસ્ટેટની મેસમાં બપોરના સમયે ડોક્ટરો અને અન્ય સ્ટાફ જમી રહ્યો હતો. તે સમયે જ ત્યાં એયર ઈન્ડિયાનું પેસેન્જર પ્લેન આવીને ઘુસી ગયું. હોસ્ટેલની દિવાલ સાથે અથડાતાની સાથે પેસેન્જર પ્લેન તૂટી પડ્યું. એક જ સેકન્ડમાં 242 મુસાફરોને લઈને અમદાવાદથી લંડન જતું એયર ઈન્ડિયાનું પેસેન્જર પ્લેન આગના ગોળામાં ફેરવાઈ ગયું. પ્લેનમાં સવાર મુસાફરોની સાથો સાથ હોસ્ટેલની મેસમાં હાજર અનેક લોકોના જીવ ગયા. મળતી માહિતી મુજબ સિવિલ હોસ્ટેલની મેસમાં જમી રહેલાં 3 MBBS ડોક્ટરોનું મોત નીપજ્યું છે. જ્યારે આ ઉપરાંત મેસમાં હાજર 50થી વધારે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જેમની સારવાર ચાલી રહી છે.
અમદાવાદમાં પ્લેશ ક્રેશની દુર્ઘટનાથી હું ખુબ વ્યથિત છુંઃ PM મોદી
The tragedy in Ahmedabad has stunned and saddened us. It is heartbreaking beyond words. In this sad hour, my thoughts are with everyone affected by it. Have been in touch with Ministers and authorities who are working to assist those affected.
— Narendra Modi (@narendramodi) June 12, 2025
એયર ઈન્ડિયા આપી પેસેન્જર પ્લેન ક્રેશની સત્તાવાર જાણકારીઃ
Air India confirms that flight AI171, from Ahmedabad to London Gatwick, was involved in an accident today after take-off.
— Air India (@airindia) June 12, 2025
The flight, which departed from Ahmedabad at 1338 hrs, was carrying 242 passengers and crew members on board the Boeing 787-8 aircraft. Of these, 169 are…
અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના સંદર્ભમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલ રૂમ કાર્યરત:
ગુજરાત સરકારે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના સંદર્ભમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલ રૂમ કાર્યરત કર્યો છે. આ કંટ્રોલ રૂમના ફોન નં. 079-232-51900 અને મોબાઈલ નં. 9978405304 ઉપર સંબંધિતો સંપર્ક કરી શકશે. અમદાવાદ પ્લેન દુર્ઘટનાને પગલે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ટ્રોમા (ઇમરજન્સી) સેન્ટરમાં દર્દીલક્ષી સારવાર સંબંધિત માહિતી મેળવવા સંપર્ક કરવા માટેના બે ફોન નંબર હોસ્પિટલ તંત્રે જાહેર કર્યા છે તે આ મુજબ છે. 6357373831 અને 6357373841 આ બે નંબર આપવામાં આવ્યાં છે.
— CMO Gujarat (@CMOGuj) June 12, 2025
The State Govt of Gujarat has set up a control room at the State…
અમદાવાદમાં એર ઈન્ડિયાનું પેસેન્જર વિમાન તુટી પડવાની દુર્ઘટના સામે તત્કાલ બચાવ અને રાહત કામગીરીની તેમજ ઈજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલીક સારવાર માટેની વ્યવસ્થા યુદ્ધના ધોરણે હાથ ધરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૂચનાઓ આપી છે.
* મુખ્યમંત્રીને આ દુ:ખદ ઘટનાની જાણ થતાં જ તેમણે મુખ્ય સચિવ પંકજ જોષી અને સંબંધિત વરિષ્ઠ સચિવોનો ટેલીફોન પર સંપર્ક કરીને ઈજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલીક સારવાર માટે પહોંચાડવા ગ્રીન કોરીડોરની વ્યવસ્થા માટે અને હોસ્પીટલમાં સારવારની તમામ વ્યવસ્થાઓ અગ્રતાક્રમે સુનિશ્ચિત કરવા પણ સુચનાઓ આપી છે. ગૃહ મંત્રી અમિત શાહે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરીને આ વિમાન દુર્ઘટનામાં બચાવ – રાહત કામગીરી માટે NDRFની ટીમો અને કેન્દ્ર સરકારની સંપૂર્ણ મદદની ખાતરી આપી હતી.
જે પ્લેન તૂટી પડ્યું તે સૌથી આધુનિક હતુંઃ
એર ઇન્ડિયાનું જે પ્લેન તૂટી પડ્યું છે, તે બોઇંગ 787 દુનિયાનું સૌથી આધુનિક પેસેન્જર એરક્રાફ્ટ હતું. તે એન્જિન બંધ થઈ જાય, ખરાબ હવામાન હોય કે પછી સિસ્ટમની મોટી સમસ્યા હોય તેને પહોંચી વળે તેવું છે. તે લાંબી ઉડાન માટે બનાવાયેલું છે અને દુનિયાભરની એર લાઇન્સમાં લોકપ્રિય છે. આ તેની પહેલી દુર્ઘટના છે. તે ટેક-ઓફ મોડમાં જ તૂટી પડ્યું છે.






