Tata Punch EV : Tata Motors 20 ફેબ્રુઆરી, 2026 ના રોજ ભારતીય બજારમાં તેની નવી Punch EV ફેસલિફ્ટ લોન્ચ કરવા માટે તૈયાર છે. લોન્ચ પહેલા, આ કારને ઘણી વખત ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી છે, જે તેની નવી ડિઝાઇન અને અન્ય ફેરફારો વિશે સ્પષ્ટ સમજ આપે છે. કંપનીએ તેની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર કારની ડ્રાઇવિંગ રેન્જ દર્શાવતો એક video પણ બહાર પાડ્યો છે. video અનુસાર, આ ઇલેક્ટ્રિક SUV એક જ ફૂલ ચાર્જ પર 593.6 કિલોમીટર સુધી મુસાફરી કરી શકે છે. જાણો ટાટા પંચ ev વિશેની માહિતી.
બેટરી અને પર્ફોર્મન્સમાં શું ખાસ છે?
નવી ટાટા પંચ EV ફેસલિફ્ટમાં હાલના મોડલની જેમ 25kWh અને 35kWh બેટરી પેક હોવાની શક્યતા છે. આ બંને બેટરીઓને આગળના ભાગમાં ઇલેક્ટ્રિક મોટર સાથે જોડી શકાય છે. 25kWh વર્ઝન 82hp પાવર અને 114Nm ટોર્ક ઉત્પન્ન કરે છે. 35kWh બેટરી પેક 122hp પાવર અને 190Nm ટોર્ક પ્રદાન કરે છે. હાલનું 25kWh બેટરી મોડલની રેન્જ 265 કિલોમીટરની છે, જ્યારે 35kWh બેટરી 365 કિલોમીટરની રેન્જ આપે છે. જોકે, હાલના રેન્જ ટેસ્ટ પછી, એવી અટકળો ચાલી રહી છે કે, કંપની Nexon EV માંથી 45kWh બેટરી પેક પણ ઓફર કરી શકે છે. જો આવું થાય, તો તેની રેન્જ વધુ વધી શકે છે.
ડિઝાઇનમાં નવા ફેરફારો
નવી પંચ EV ફેસલિફ્ટમાં તેના બાહ્ય ભાગમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. ફ્રન્ટ બમ્પર ડિઝાઇનમાં એક નવું ફ્રન્ટ બમ્પર છે, જે અગાઉના કાળા ટ્રીમને દૂર કરે છે. એર ડેમ અને સ્કિડ પ્લેટમાં પણ નાના ફેરફારો કરવામાં આવ્યા છે. જોકે, Y-આકારની LED ડેટાઇમ રનિંગ લાઇટ્સ અને સેન્ટ્રલ ચાર્જિંગ ફ્લૅપ યથાવત છે. બાજુથી, લુકમાં બહુ ફેરફાર થયો હોય તેવું લાગતું નથી, પરંતુ કેટલાક વેરિઅન્ટ્સમાં નવા એલોય વ્હીલ્સ મળી શકે છે. પરીક્ષણ દરમિયાન જોવા મળેલ મોડલ કાળા રૂફ સાથે લાલ ડ્યુઅલ-ટોન રંગમાં હતું. કંપની ટૂંક સમયમાં ભૂરા અને તેજસ્વી પીળા જેવા નવા રંગો ઉમેરી શકે છે. પાછળના ભાગમાં હવે ફૂલ-વિડ્થની LED લાઇટ બાર અને નવી બમ્પર ડિઝાઇન છે, જે તેને વધુ આધુનિક અને આકર્ષક બનાવે છે. તેની આકર્ષક ડિઝાઇન અને લાંબી રેન્જ સાથે, નવી પંચ EV ઇલેક્ટ્રિક કાર બજારમાં એક મજબૂત પડકાર ઉભો કરવા માટે તૈયાર છે.




















