Home Gujarat The High Court Has Sought A Report From The Government On The Action Taken Against The Responsible Officials The Report

મોરબી બ્રિજ કેસમાં હાઇકોર્ટે સરકારનો લીધો ઉધડો : અધિકારીઓ સામે શું પગલા લીધા? સરકાર પાસે માંગ્યો રીપોર્ટ

મોરબી બ્રિજ કેસમાં હાઇકોર્ટે સરકારનો લીધો ઉધડો
Published by: OBS Bureau
Last Updated: Jun 20, 2025, 03:41 PM IST

મોરબી બ્રિજ દુર્ઘટનામાં 133 લોકોના જીવ ગયા હતા. જે મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં સુઓ મોટો અરજી દાખલ કરવામાં આવી હતી. વર્તમાન સમયમાં સુનવણી પીડિતોને વળતર ચૂકવવા ઉપર કેન્દ્રિત હતી. જેમાં આજે ચીફ જજ સુનિતા અગરવાલ અને જજ ડી.એન.રેની બેન્ચ સમક્ષ વધુ સુનવણી હાથ ધરાઈ હતી. જેમાં કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે, વળતર મુદ્દે કોર્ટના નિર્દેશો મુજબ પીડિતોની સંભાળ રાખવામાં આવી રહી છે. વર્તમાન અને ભવિષ્યની જરૂરિયાતોને લઈને વળતર ચૂકવનાર અને પીડિતો વચ્ચે કરારો થઈ ચૂક્યા છે.

હાઇકોર્ટે કહ્યું હતું કે આ દુર્ઘટના બાદ SITનો રિપોર્ટ કોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યો હતો. તે રીપોર્ટ મુજબ જવાબદાર અધિકારીઓ સામે શું પગલા લેવામાં આવ્યા છે ? જેના જવાબમાં એડવોકેટ જનરલે વિસ્તૃત એક્શન ટેકન રિપોર્ટ કોર્ટ સમક્ષ મૂકવા માટે સમયની માંગ કરી હતી. કોર્ટે એક્શન ટેકન રીપોર્ટ રજૂ કરવા માટે 18 જુલાઇની તારીખ નક્કી કરી છે.

અગાઉ ગુજરાત હાઇકોર્ટ દ્વારા લેવાયેલી આ સુઓ મોટો અરજીમાં કોર્ટ મિત્રે આ મૃતકોના પરિવારની મુલાકાત લઈને વિસ્તૃત રીપોર્ટ કોર્ટ સમક્ષ મૂક્યો હતો.કોર્ટ મિત્રે રજૂઆત કરી હતી કે, મોરબી બ્રિજના પીડિતોને વળતર ચૂકવવા એગ્રીમેન્ટ કરવામાં આવ્યા છે. જે યુવતી મુંબઈમાં ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેને 7.84 લાખનો ચેક આપવામાં આવ્યો છે. કુલ 81 પીડિત પરિવારમાંથી 64 પરિવારના લોકો સાથે કરાર થઈ ચૂક્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now