Home Gujarat The Governor Held A Convoy And Interacted With Thechildren

રાજ્યપાલ સામાન્ય નાગરીકની જેમ બાળકોને મળ્યા : રાજ્યપાલે કૉન્વૉય ઉભો રખાવી બાળકો સાથે વાતચીત કરી

રાજ્યપાલ સામાન્ય નાગરીકની જેમ બાળકોને મળ્યા
Published by: OBS Bureau
Last Updated: Jun 07, 2025, 02:49 PM IST

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત હંમેશા સામાન્ય નાગરિકો સાથે જોડાયેલા રહે છે. જનતા જનાર્દન સાથે એક સામાન્ય માણસની માફક સંવાદ કરવાનું તેઓ ક્યારેય ચૂકતા નથી. ગુજરાતના ખેડૂતોના તેઓ એક ખેડૂતની માફક પ્રાકૃતિક ખેતી પદ્ધતિની રીતસર તાલીમ આપે છે, તો જ્યાં વિદ્યાર્થીઓ કે બાળકો મળે ત્યાં તેમને શાળાના 'આચાર્યની માફક શિક્ષણ, સ્વાસ્થ્ય અને સંસ્કારની સમજણ આપવાનું ચૂકતા નથી.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી જ્યારે કોઈ કાર્યક્રમ માટે અમદાવાદ જતા હોય ત્યારે તેમનો કૉન્વૉય - મોટર કાફલો સાબરમતી આશ્રમથી જુના વાડજ સ્મશાન માર્ગેથી રિવરફ્રન્ટ પર વળાંક લે ત્યાં તેઓ હંમેશાં બાળકોને ઉભેલા જોતા હોય છે. આ બાળકો નિર્દોષ ભાવે મોટરના કાફલા તરફ હાથ હલાવીને મહાનુભાવોનું અભિવાદન કરતા હોય છે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી આજે બપોરે 12 વાગ્યે ગુજરાત વિદ્યાપીઠમાં એન. એસ. એસ. ની રાષ્ટ્રીય એકતા શિબિરનો શુભારંભ કરાવીને પરત રાજભવન, ગાંધીનગર જઈ રહ્યા હતા ત્યારે તેમણે આ સ્થળે બાળકોને ઉભેલા જોયા. તેમણે તરત પોતાની કાર ઉભી રખાવી, બાળકોને નજીક બોલાવ્યા અને ગાડીમાંથી કાઢીને તેમને બિસ્કીટ્સ આપ્યા. તેઓ શું ભણે છે તેની પૃચ્છા કરી અને બાળકો ભણી-ગણીને હોશિયાર થાય, જીવનમાં ખૂબ આગળ વધે, પ્રગતિ કરે અને સમૃદ્ધ થાય એ માટે ઉચ્ચ અભ્યાસ કરવાની પ્રેરણા આપીને આશીર્વાદ આપ્યા હતા.

રાજ્યપાલ આચાર્ય  દેવવ્રતજીએ નાના વિહાનને જોઈને પોતાનો કાફલો રોક્યો હોય, પાસે બોલાવી બિસ્કીટ-ચોકલેટ આપ્યા હોય અને તેની સાથે વાર્તાલાપ કર્યો હોય. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથેની બે વખતની લાગણીસભર  મુલાકાત પછી વિહાન કહે છે કે, "રાજ્યપાલ ખૂબ સારા છે, મારે પણ રાજ્યપાલ બનવું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now