Home Gujarat The Girl Who Sent Threatening Mails Across The Country Was Arrested

દેશભરમાં ધમકીભર્યા મેઈલ કરનાર યુવતી ઝડપાઈ : ચેન્નાઈની યુવતીએ 21 ધમકીભર્યા મેઈલ અમદાવાદમાં કર્યા હતા

દેશભરમાં ધમકીભર્યા મેઈલ કરનાર યુવતી ઝડપાઈ
Published by: OBS Bureau
Last Updated: Jun 23, 2025, 11:53 AM IST

દેશમાં ધમકીભર્યા મેઈલ કરનાર યુવતીની ગુજરાત પોલીસે ચેન્નાઈથી ધરપકડ કરી છે. આ યુવતીએ અનેક શહેરોમાં બોમ્બ વિસ્ફોટ કરવાની ખોટી ધમકીઓ આપી હતી. અમદાવાદ પોલીસે ચેન્નાઈથી રેની જોશીલ્ડા નામની યુવતીની ધરપકડ કરી છે. રેની રોબોટિક્સમાં ક્વોલિફાઇડ છે અને ડેલોયટમાં સિનિયર કન્સલ્ટન્ટ તરીકે કામ કરે છે. એકતરફી પ્રેમમાં રેનીએ દેશભરમાં ખોટી બોમ્બ ધમકીઓનું જાળ બિછાવ્યુ હતુ..

આ યુવતી Divijprabhakar અને Pakistanweb જેવા નામનો ઉપયોગ કરી બનાવટી ઈમેલનો ઉપયોગ કરતી હતી. દિવ્યજ્યોત સ્કૂલ, બી જે મેડિકલ કોલેજ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને જીનેવા સ્કૂલ ખાતે બોમ્બની ધમકીના પણ રેની જોશીલ્ડાએ મેઈલ કર્યા હતા. આ યુવતીએ કુલ 11 રાજ્યોમાં ધમકીભર્યા મેલ કર્યા છે અને 11 રાજ્યોની પોલીસ આરોપીને પકડવા માટે કામ કરી રહી હતી. હવે આ મામલે સાયબર ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધી આગળ વધુ તપાસ હાથ ધરી છે.

ધમકીભર્યા ઈ-મેઈલની વિગત

અમદાવાદમાં IPL મેચની ફાઇનલ વચ્ચે શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. SP રિંગરોડ પર આવેલી જીનિવા લિબરલ શાળાને પણ ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો. શાળાને જે ઈમેલ કરવામાં આવ્યો હતો તેમાં દુષ્કર્મ અને દહેજના એક કેસને લઈને વાત કરવામાં આવી હતી. પોલીસ આ કેસમાં ઊંઘતી હોવાનો અને યોગ્ય તપાસ ન કરી રહી હોવાનો આક્ષેપ પણ કરાયો હતો. મેઈલમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે વર્ષ 2023માં હૈદરાબાદની એક હોટલમાં યુવતી પર થયેલા રેપના કેસમાં પોલીસનું ધ્યાન ખેંચાય એ માટે શાળામાં બ્લાસ્ટ કરીશું. રેપમાં દિવિજ નામનો ઉલ્લેખ કરાયો છે. દિવિજનાં માતા-પિતા દ્વારા પુત્રવધૂ પાસે એક કરોડના દહેજની માગણી કરી હોવાનો આક્ષેપ કરાયો હતો.

આ ઉપરાંત 11 રાજ્યો જેવા કે, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તમિલનાડુ , દિલ્હી, કર્ણાટક, કેરલ, બિહાર,તેલંગાણા, પંજાબ, મધ્યપ્રદેશ, હરિયાણામાં પણ આરોપીએ અલગ અલગ સ્થળોએ બોમ્બ બ્લાસ્ટ કરી ઉડાવી દેવાની ધમકી ભર્યા મેઈલ કર્યા હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now