Home Gujarat The Future Of Visavadar And Kadi Is In The Hands Of Voters

વિસાવદર અને કડીનું ભાવિ મતદારોનો હાથમાં : આજે 5.5 લાખ મતદારો કરશે મતાધિકારનો ઉપયોગ

વિસાવદર અને કડીનું ભાવિ મતદારોનો હાથમાં
Published by: OBS Bureau
Last Updated: Jun 19, 2025, 05:59 AM IST

ગુજરાતમાં આજે, 19 જૂને વિસાવદર અને કડી વિધાનસભાની બેઠક માટે પેટા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. સવારે 7 વાગ્યાથી શરૂ થયેલી મતદાન પ્રક્રિયા સાંજના 6 વાગ્યા સુધી ચાલશે. બે બેઠકો પર કુલ 5.5 લાખથી વધુ મતદારો પોતાની લોકશાહી અધિકારનો ઉપયોગ કરશે.

વિસાવદર બેઠક પર 2.61 લાખ મતદારો માટે 297 મતદાન મથકો પર વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે કડી બેઠક પર 2.89 લાખ મતદારો માટે 294 મતદાન મથકો સુસજ્જ બનાવાયા છે.

પેટા ચૂંટણી પાછળના કારણો:

વિસાવદર બેઠક:
વર્ષ 2022માં આ બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભૂપત ભાયાણી વિજેતા બન્યા હતા. જોકે વિજય બાદ ભાજપના હર્ષદ રીબડિયાએ હાઈકોર્ટમાં ચૂંટણીમાં ગેરરીતિના આક્ષેપ સાથે પિટિશન દાખલ કર્યું હતું. દરમિયાનમાં ભૂપત ભાયાણીએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા. બાદમાં હર્ષદ રીબડિયાએ પિટિશન પાછું ખેંચતા વિસાવદર બેઠક ખાલી થઈ અને પેટા ચૂંટણી અનિવાર્ય બની.

કડી બેઠક:
અહીં પેટા ચૂંટણીનું કારણ ભાજપના ધારાસભ્ય કરશનભાઈ સોંલકીના નિધનને કારણે છે, જેના પરિણામે આ બેઠક ખાલી થઈ હતી.

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા બંને બેઠકો પર સુરક્ષાની કડક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મતદારોને જાગૃત રહેવા અને મતાધિકારનો ઉપયોગ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now