Home Gujarat The Fire Was Brought Under Control By Pouring Seven And A Half Lakh Liters Of Water

અમદાવાદ વિમાન દુર્ઘટના અંગે મોટા સમાચાર : સાડા સાત લાખ લીટર પાણીનો મારો ચલાવી આગ પર મેળવાયો કાબુ

અમદાવાદ વિમાન દુર્ઘટના અંગે મોટા સમાચાર
Published by: OBS Bureau
Last Updated: Jun 18, 2025, 11:36 AM IST

Ahmedabad plain crash update: ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ હતી.જેમાં પ્લેન દુર્ઘટના અને ગુજરાતમાં પડેલા વરસાદની પરિસ્થિતિ અંગે ચર્ચા કરવામાં કરવામાં આવી હતી. આ બેઠકમાં ગુજરાતના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ અને ગૃહ મંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા.આજની કેબિનેટ બેઠકમાં પ્લેન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી, અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પરિવારને શોક સંદેશો પણ પાઠવ્યો હતો.

કેબિનેટ બેઠકમાં વિમાન દુર્ઘટના અંગે કરેલી કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે માહિતી આપતા જણાવ્યું કે દુર્ઘટના બની ત્યારે સ્થળ પર કેટલાક મંત્રીઓ પહોંચી ગયા હતા.અને સિવિલ સત્તા વાળા સાથે સંકલનમાં રહી તાત્કાલિક કામગીરી કરી હતી.3 થી 4 મિનિટમાં એમ્બ્યુલન્સ તેમજ ફાયરની ટીમો પણ પહોંચી ગઈ હતી.ફાયરની ટીમોએ સાડા સાત લાખ લીટર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now