Home National Telangana Ministers Convoy Helicopter Fuel Saving Controversy

તેલંગાણાના મંત્રીની સવારી જોઈને PM મોદી પણ ચોંકી જશે! : ક્યાંક CM પગપાળા ચાલે છે, તો ક્યાંક હેલિકોપ્ટર સાથે 60 ગાડીઓનો કાફલો દોડે છે

મંત્રીઓની છબી
Image Credit: X.com Uttam Kumar Reddy
Published by: Niraj Chokshi
Last Updated: May 15, 2026, 12:23 PM IST

દેશમાં ઈંધણ બચત અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલી અપીલ બાદ વિવિધ રાજ્યોમાં જાહેર પરિવહન અને સિમ્પ્લિફાઈડ મુસાફરીને પ્રોત્સાહન મળતું જોવા મળી રહ્યું છે. પરંતુ તેલંગાણા રાજ્યમાંથી સામે આવેલી કેટલીક ઘટનાઓએ આ દિશામાં વિવાદ ઉભો કર્યો છે. અહેવાલો મુજબ, કેટલાક મંત્રીઓ દ્વારા હેલિકોપ્ટર મુસાફરી અને લગભગ 60 વાહનોના મોટા કાફલાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઘટના એ સમયે સામે આવી છે. જ્યારે દેશભરમાં પેટ્રોલ-ડીઝલ બચાવવા માટે સરકાર અને જનતા બંને સ્તરે પ્રયાસો શરૂ થયા છે. તેલંગાણામાં થયેલા આ પ્રસારને કારણે “અપીલ અને અમલ” વચ્ચેના અંતર અંગે ચર્ચા તેજ બની છે.

હેલિકોપ્ટર મુસાફરી અને વિશાળ કાફલો

તેલંગાણાના મંત્રીઓએ નાલગોંડામાં ડાંગર પ્રક્રિયા કેન્દ્રોનું નિરીક્ષણ કરવા માટે 60 વાહનોના કાફલા અને હેલિકોપ્ટરનો ઉપયોગ કર્યો હતો. પીએમ મોદીની ઇંધણ બચતની અપીલ વચ્ચે આ ભવ્યતા અને પરિસ્થિતિની તીવ્ર ટીકા થઈ છે. આ પ્રકારના મોટા કાફલાઓ અને હેલિકોપ્ટર ઉપયોગ ઈંધણ બચતના સંદેશને કમજોર બનાવે છે. સામાન્ય નાગરિકોને જાહેર પરિવહન અને કારપૂલિંગ અપનાવવા કહેવામાં આવે ત્યારે આવી ઘટનાઓ વિપરીત સંદેશ આપી શકે છે.

આ પણ વાંચો: કોઈ EV સ્કૂટર, કોઈ EV કાર તો કોઈ બસમાં...! : PM મોદીના લેશન પછી સામાન્ય માણસની જેમ ચાલતી થઈ ગુજરાત સરકાર

મંત્રીઓની 'શાહી' યાત્રા

શુક્રવારે, રાજ્યના કેબિનેટ મંત્રીઓ કોમાટીરેડી વેંકટ રેડ્ડી અને ઉત્તમ કુમાર રેડ્ડી અને જિલ્લા પ્રભારી મંત્રી અદલુરી લક્ષ્મણે નાલગોંડા મતવિસ્તારની મુલાકાત લીધી. મંત્રીઓએ હૈદરાબાદથી પોતાની યાત્રા શરૂ કરી, જ્યાંથી તેઓ રોડ માર્ગને બદલે હેલિકોપ્ટર દ્વારા નાલગોંડાના એસજી કોલેજ મેદાન પહોંચ્યા. રસપ્રદ વાત એ છે કે હૈદરાબાદથી નાલગોંડાનું અંતર રોડ માર્ગે માત્ર બે કલાકનું છે. વાસ્તવિક તમાશો મેદાનમાં ઉતર્યા પછી શરૂ થયો. મંત્રીઓને લઈ જતા લગભગ 60 વાહનોનો એક વિશાળ કાફલો મતદાન મથકો સુધી પહોંચવા માટે રસ્તા પર નીકળ્યો. તેમાં લક્ઝરી એસયુવી, પાર્ટી કાર્યકરોના વાહનો અને વહીવટી અધિકારીઓનો સંપૂર્ણ સ્ટાફ શામેલ હતો. ચેતલા ચેન્નારામ અને કોઠાપલ્લી ગામડાઓ દ્વારા રસ્તાઓ પર વાહનોની આ લાંબી લાઇને ધ્યાન અને ટીકા બંને ખેંચી.

ગુજરાતના મંત્રીઓ અપીલને અનુસરી

ગુજરાત સહિત કેટલાક રાજ્યોમાં મંત્રીઓ દ્વારા ઈલેક્ટ્રિક વાહનો અને જાહેર પરિવહન અપનાવવાની પહેલ જોવા મળી રહી છે. કેબિનેટની બેઠકમાં ગુજરાતના નાયબ મુખ્ય મંત્રીએ કાર પૂલીંગ કર્યું. તો આ સાથે રાજ્ય કક્ષાના વનમંત્રી પ્રવિણ માળીએ ઈલેક્ટ્રિક સ્કૂટર પર બેઠકમાં પહોંચ્યા, જ્યારે શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજા ઈલેક્ટ્રિક કારમાં આવ્યા હતા.

બિહારના મુખ્યમંત્રી પગપાળા કાર્યલય પહોંચ્યા

દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારા બાદ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી નિવાસસ્થાનથી પગપાળા તેમના કાર્યાલય પહોંચ્યા. નરેન્દ્ર મોદીના આહ્વાન પર તેઓ લોક સેવક નિવાસસ્થાનથી પગપાળા મુખ્યમંત્રી સચિવાલય પહોંચ્યા હતા. CMના નિવાસ સ્થાનથી કાર્યલય 50 મીટર છે દૂર. મુખ્યમંત્રીની જેમ મંત્રી દીપક પ્રકાશ પણ પગપાળા તેમની કાર્યાલય પહોંચ્યા. આ દરમિયાન શિક્ષણ મંત્રી મિથિલેશ તિવારી ઈ-રિક્ષા દ્વારા તેમની કાર્યાલય પહોંચ્યા હતા.

આ પણ વાંચો: Work From Home લાગૂ કરશે ગુજરાત સરકાર? : કેબિનેટમાં CMએ આપ્યાં મોટા સંકેત, કરકસર માટે કવાયત

રાજકીય પ્રતિક્રિયા અને પ્રશ્નો

આ મામલે રાજકીય પ્રતિક્રિયાઓ પણ સામે આવી છે. કેટલાક વિરોધ પક્ષના નેતાઓએ આ ઘટનાની ટીકા કરી અને તેને “ડબલ સ્ટાન્ડર્ડ” ગણાવ્યો છે. તેમનું કહેવું છે કે એક તરફ દેશના વડાપ્રધાન ઇંધણ બચાવવા અપીલ કરે છે, જ્યારે બીજી તરફ કેટલાક રાજ્યોમાં તેનો ઉલ્લંઘન થતો જોવા મળે છે. જોકે, સરકાર તરફથી હજી સુધી સંપૂર્ણ સત્તાવાર સ્પષ્ટતા સામે આવી નથી, પરંતુ કેટલાક સૂત્રો મુજબ સુરક્ષા, પ્રોટોકોલ અને સમયની મર્યાદાઓને કારણે હેલિકોપ્ટર અને મોટા કાફલાનો ઉપયોગ કરવામાં આવ્યો હોઈ શકે છે.

સોશિયલ મીડિયા અને જનતા વચ્ચે આ મુદ્દે મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે. કેટલાક લોકો તેને આવશ્યક પ્રોટોકોલનો ભાગ ગણાવે છે, જ્યારે અન્ય લોકો તેને અતિશય ખર્ચાળ અને સંદેશ વિરુદ્ધ માનતા છે. આવી પરિસ્થિતિમાં પારદર્શિતા અને સ્પષ્ટતા ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો સરકારો ઈંધણ બચતનો સંદેશ આપે છે, તો તેને અમલમાં પણ દેખાવું જોઈએ. આગામી સમયમાં આ મુદ્દે વધુ સ્પષ્ટતા અને સંભવિત માર્ગદર્શિકા આવી શકે છે. જેથી જાહેર વિશ્વાસ જળવાઈ રહે અને ઊર્જા સંરક્ષણના પ્રયાસો વધુ અસરકારક બને.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now