Home National Ayodhya Real Estate Boom Ranbir Amitabh Investment

આધ્યાત્મિક શહેર બની રહ્યું રોકાણનું હોટસ્પોટ : રામની નગરીમાં કેમ જમીન ખરીદી રહ્યાં છે બોલીવુડ સ્ટાર્સ, જાણો સૌથી મોટું રહસ્ય

અયોદ્યાની છબી
Image Credit: AI
Published by: Niraj Chokshi
Last Updated: May 15, 2026, 12:45 PM IST

બોલીવુડ અભિનેતા રણબીર કપૂરે અયોધ્યામાં કરોડોની જમીન ખરીદી ત્યાર બાદ શહેરના રિયલ એસ્ટેટ માર્કેટમાં ફરી એક વખત દેશભરમાં ચર્ચા શરૂ થઈ છે. રણબીરે આશરે ₹3.31 કરોડમાં 2,134 સ્ક્વેર ફૂટનો પ્લોટ ખરીદ્યો છે, જે સરયૂ નદીકાંઠે આવેલા પ્રીમિયમ પ્રોજેક્ટનો ભાગ છે. આ ખરીદી માત્ર વ્યક્તિગત રોકાણ નથી પરંતુ અયોધ્યામાં ઝડપથી વધતા રિયલ એસ્ટેટ માર્કેટનો સંકેત માનવામાં આવે છે. ખાસ કરીને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પછી શહેરમાં ધાર્મિક પર્યટન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસના કારણે જમીન અને પ્રોપર્ટીની માંગમાં ભારે વધારો થયો છે.

સેલિબ્રિટીઓનો વધતો વિશ્વાસ

રણબીર કપૂર પહેલા અમિતાભ બચ્ચન પણ અયોધ્યામાં મોટા પાયે રોકાણ કરી ચૂક્યા છે. તેમણે છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક પ્રોપર્ટી ખરીદી છે જેમાં 2.67 એકર જમીન માટે આશરે ₹35 કરોડનો સોદો પણ સામેલ છે. આ પ્રકારના હાઈ-પ્રોફાઈલ રોકાણકારોની એન્ટ્રી બજારમાં વિશ્વાસ વધારતી હોય છે. રિયલ એસ્ટેટ નિષ્ણાતોનું માનવું છે કે જ્યારે મોટા વ્યક્તિઓ કોઈ શહેરમાં રોકાણ કરે છે ત્યારે સામાન્ય રોકાણકારો અને ડેવલપર બંને માટે તે સકારાત્મક સંકેત બની રહે છે.

આ પણ વાંચો: ભોજશાળાને મંદિર જાહેર કરાતા ભડ્કયો વિવાદ! : ઓવૈસીએ ઉઠાવ્યા ગંભીર સવાલ, બાબરી મસ્જિદ ચુકાદા સાથે કરી તુલના

આધ્યાત્મિક શહેરથી ઈન્વેસ્ટમેન્ટ સુધી

અયોધ્યા આજે માત્ર ધાર્મિક શહેર નથી રહ્યું પરંતુ તે દેશના સૌથી ઝડપી વિકસતા રિયલ એસ્ટેટ માઈક્રો-માર્કેટ્સમાં ગણાય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં અહીં જમીનના ભાવોમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. અગાઉ ₹400–₹2,000 પ્રતિ સ્ક્વેર ફૂટ સુધીના ભાવ હવે પ્રાઈમ વિસ્તારોમાં ₹10,000–₹15,000 સુધી પહોંચી ગયા છે. આ વૃદ્ધિ પાછળ અનેક કારણો જવાબદાર છે. રામ મંદિર નિર્માણ પછી દર વર્ષે કરોડો શ્રદ્ધાળુઓ અયોધ્યા આવી રહ્યા છે. 2025ના પહેલા અડધા વર્ષમાં જ અંદાજે 23 કરોડ મુલાકાતીઓ શહેરમાં આવ્યા હતા, જેનાથી હોટેલ, હોમસ્ટે અને કોમર્શિયલ પ્રોપર્ટીની માંગમાં વધારો થયો છે. સરકાર દ્વારા એરપોર્ટ, રેલવે સ્ટેશન અને રોડ નેટવર્ક જેવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પણ શહેરને વધુ આકર્ષક બનાવી રહ્યાં છે.

આ પણ વાંચો: ભોજશાળા કેસમાં મોટો વળાંક! : હાઈકોર્ટે આપ્યો ઐતિહાસિક ચુકાદો, જાણો સંપૂર્ણ વિગતો

લક્ઝરી પ્રોજેક્ટ્સ

રણબીર કપૂર દ્વારા ખરીદાયેલો પ્લોટ ‘ધ સરયૂ’ નામના 75 એકર પ્રોજેક્ટનો ભાગ છે જેમાં ક્લબહાઉસ, 35થી વધુ લાઈફસ્ટાઈલ સુવિધાઓ અને લક્ઝરી હોટેલ જેવી સુવિધાઓ સામેલ છે આ દર્શાવે છે કે અયોધ્યામાં હવે માત્ર ધાર્મિક પ્રવાસન નહીં, પરંતુ લક્ઝરી અને પ્લાન્ડ ડેવલપમેન્ટ્સ માટે પણ માંગ વધી રહી છે. રિયલ એસ્ટેટ ડેવલપર્સ માટે આ એક નવો માર્કેટ સેગમેન્ટ ઉભો કરી રહ્યો છે. હવે વારાણસી અને તિરુપતિ જેવા શહેરોની જેમ ‘પિલગ્રીમ-ડ્રિવન રિયલ એસ્ટેટ’ મોડલ તરફ વધી રહ્યું છે પરંતુ તેની વૃદ્ધિ દર વધુ ઝડપી છે.

અયોધ્યામાં સેલિબ્રિટી રોકાણો અને વધતી માંગને જોતા બજારમાં હજુ પણ વૃદ્ધિની સંભાવનાઓ દેખાઈ રહી છે. જોકે, નિષ્ણાતો રોકાણકારોને સૂચવે છે કે તેઓ પ્રોજેક્ટની વિશ્વસનીયતા, લોકેશન અને લાંબા ગાળાના વળતરની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને નિર્ણય લે. આ શહેર હવે માત્ર શ્રદ્ધા કેન્દ્ર નથી, પરંતુ રિયલ એસ્ટેટમાં ‘ફ્યુચર ગ્રોથ સ્ટોરી’ તરીકે ઉભરી રહ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now